જામનગરમાં અડધા કરોડનું ઉઘરાણું કરનાર વધુ એક શખ્સની ધરપકડ

15 February 2020 03:25 PM
Jamnagar
  • જામનગરમાં અડધા કરોડનું ઉઘરાણું કરનાર વધુ એક શખ્સની ધરપકડ

ગ્વાલિયર પોલીસ પાસેથી કબજો મેળવી પોલીસે છ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી

જામનગર તા. 15: જામનગર શહેરના જુદા જુદા 100થી વધુ વ્યક્તિઓ પાસેથી ની એક ખાનગી પેઢી દ્વારા ડેઇલી રોકાણના નામે એજન્ટો મારફતે નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. અંદાજે પાંચેક કરોડ નું ફૂલેકું ફેરવી ને કંપનીના ડાયરેક્ટરો પેઢીને તાળા મારી ફુચક્કર થઈ ગયા છે. જે મામલે અગાઉ ડિસેમ્બર 2019માં સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આગળ ધપાવવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનની એક જેલમાં રહેલા કંપનીના ડાયરેક્ટર દિલિપ જૈનની ટ્રાન્સફર ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી લઇ જામનગર લઈ આવ્યા પછી તેને જામનગરની અદાલત સમક્ષ રજુ કરી છ દિવસના રિમાન્ડ પર લીધો છે.જે આરોપીની પોલીસ દ્વારા વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને એક પોલીસ ટુકડી વધુ તપાસ અર્થે મધ્યપ્રદેશના ગ્વાલિયર તેના રહેણાંક મકાને પહોંચી છે. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં તાજેતરમાં જ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી અને જુદા જુદા એજન્ટો મારફતે જામનગરની 100થી વધુ વ્યક્તિઓ પાસેથી અડધા કરોડનો રોકડ રકમ ઉઘરાવી ફૂલેકું ફેરવી લીધું હોવાનું સામે આવ્યું છે. જયારે સીટી બી ડીવીજન પોલીસ દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલ એક મહિલા સહિતના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને અન્ય એક ચોથા આરોપી ને ગવ્લીયરથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણની પૂછપરછ કરવા આરોપીને છ દિવસના રિમાન્ડ પર લીધો છે. આ પ્રકરણમાં ત્રણ ડાયરેક્ટર હજુ ફરાર છે.


Loading...
Advertisement