ફેસબુક પર નંબર વન હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો: મોદી મોખરે

15 February 2020 03:09 PM
India Technology World
  • ફેસબુક પર નંબર વન હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો: મોદી મોખરે

અમેરિકી પ્રમુખના 2.7 કરોડ સામે મોદીના 4.4 કરોડ ફોલોઅર

નવી દિલ્હી તા.15
સોશ્યલ મીડીયા સાઈટ ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પોતે વધુ લોકપ્રિય છે એવો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્નો દાવો ખોટો સાબીત થયો છે.

ટ્રમ્પે ટવીટ કરી જણાવ્યું હતું કે, મારા માટે સન્માનની વાત છે કે ફેસબુકના ચીફ માર્ક ઝુકરબર્ગના જણાવ્યા મુજબ ટ્રમ્પ ફેસબુક પર નં.1 છે અને બીજા નંબરે મોદી છે, હું આગલા બે સપ્તાહમાં ભારત જઈ રહ્યો છું.

વાસ્તવમાં ટ્રમ્પના ફેસબુક પર 27 મિલિયન (2.7 કરોડ) અને મોદીના 44 મિલિયન (4.4 કરોડ) ફોલોઅર છે.


Loading...
Advertisement