અમેરિકાના હાર્લી ડેવીડસન મોટરસાયકલ ભારત સસ્તા કરશે: ટ્રમ્પની મુલાકાત પુર્વે જ નિર્ણયનો સંકેત

15 February 2020 02:43 PM
Business India World
  • અમેરિકાના હાર્લી ડેવીડસન મોટરસાયકલ ભારત સસ્તા કરશે: ટ્રમ્પની મુલાકાત પુર્વે જ નિર્ણયનો સંકેત

દૂધ સિવાયના અમેરિકી ડેરી-કૃષિ પ્રોડકટ ભારતમાં મોટા પાયે ઠલવાશે: વળતા પગલામાં ભારત એચ1-બી વિઝા ફી ઘટાડવા અને ભારતીય કેરી તથા દ્રાક્ષ માટે અમેરિકી માર્કેટ ખોલવા માંગણી કરશે

અમદાવાદ તા.15
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓને અમદાવાદમાં કલ્પના નહી કરી હોય તેવા ભવ્ય સ્વાગતથી આવકારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કસર પણ છોડશે નહી. તો બીજી તરફ અમેરિકી કંપનીઓ માટે કંઈક લઈને ભારતથી પરત જશે તે નિશ્ચિત છે. જેમાં ટ્રમ્પના એજન્ડામાં હાર્લી ડેવીડસન મોટરબાઈક માટેની ડયુટી 10 ટકા કે તેથી ઓછી કરવા અને અમેરિકી ડેરી પ્રોડકટ માટે ભારતના દરવાજા ખોલી નાંખવાનો સમાવેશ થાય છે.

એક સમયે ભારતમાં 1600 સીસી કે તેથી ઉપરના મોટર બાઈકની આયાત પર 100 ટકા કસ્ટમ ડયુટી હતી. પરંતુ ટ્રમ્પના દબાણથી તે 50 ટકા કરવામાં આવી હતી છતાં અમેરિકી પ્રમુખને સંતોષ નથી અને હવે તેઓ આ ડયુટી 10 ટકાથી નીચે લાવે તેવુ દબાણ લાવી રહ્યા છે અને ભારત તે માટે સંમત થઈ જશે તેવા સંકેત છે.

આ ઉપરાંત અમેરિકાના ફાર્મ અને ડેરી ઉત્પાદનો માટે ભારતમાં મોટુ બજાર છે અને તેથી આ ઉત્પાદનો માટે ભારત કસ્ટમ ડયુટી ઘટાડે તેવી માંગ છે. જો કે ભારતે દૂધ ઉપરની કસ્ટમ ઘટાડવા ઈન્કાર કરી દીધો છે. પરંતુ અમેરિકી ઉત્પાદનોને પ્રવેશ આપશે તે સંકેત છે તેની સામે ભારતની કેરી અને દ્રાક્ષ માટે અમેરિકી બજારો પૂર્ણ રીતે ખોલાય તે રજુઆત થશે. ખાસ કરીને ભારતની મુખ્ય માંગ એચ-1બી વિઝાની જે ફી છે તે ઘટાડવા કહેશે. હાલ આ ફી 3000 થી 4000 છે ભારત તેમાં 50 ટકા કાપ ઈચ્છે છે.


Loading...
Advertisement