ગર્વથી કહું છું હું હિન્દુ છું: બ્રિટનના નાણામંત્રીએ ગીતાના નામે સોગંદ લીધા

15 February 2020 02:27 PM
India World
  • ગર્વથી કહું છું હું હિન્દુ છું: બ્રિટનના નાણામંત્રીએ ગીતાના નામે સોગંદ લીધા

બ્રિટીશ અખબારોએ ટીકા કરતા વળતો જવાબ પણ આપ્યો

લંડન તા.15
બ્રિટનમાં નાણામંત્રી તરીકે પસંદ થયેલા મૂળ ભારતીય રિષી સુનાકે ગઈકાલે શપથવિધિ સમયે ભગવદ ગીતાના નામે સોગંદ લેતા તેનો વિવાદ સર્જાયો છે અને બ્રિટનના કેટલાક અખબારોએ આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
Image result for Proud to say Im a Hindu: Britains finance minister
જેનો જવાબ આપતા રિષીએ કહ્યું કે હું એ ગર્વ સાથે કહી શકુ છું કે આજે હું બ્રિટનનો નાગરિક છું. પરંતુ મારો ધર્મ હિન્દુ છે. મારો ધર્મ અને સંસ્કૃતિ એ પૌરાણિક ભારતના છે અને હું ગર્વથી કહું શકું છું કે હું હિન્દુ છુ અને મારી ઓળખ હિન્દુ તરીકેની જ રહેશે.
Image result for Proud to say Im a Hindu: Britains finance minister
આપને જણાવી કે હાલમાં જ બ્રિટનના વડાપ્રધાને દેશના નવા નાણામંત્રી તરીકે મૂળ ભારતીય રિષી સુનાકેને પસંદ કર્યા છે. બ્રિટન યુરોપીયન સંઘથી અલગ પડયા બાદ તેના અર્થતંત્રને કોઈ અસર ન થાય તે જોવાની મોટી જવાબદારી રિષી પર છે અને તેઓ એક સક્ષમ અર્થશાસ્ત્રી તરીકે પણ જાણીતા છે. તેઓએ બ્રિટનમાં વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેઓ ઓકસફર્ડ તથા સ્ટાનફોર્ડ યુનિ.માં ભણ્યા છે અને અનેક ખાનગી કંપનીઓમાં કામ કર્યુ છે. તેઓ ભારતના આઈટી ક્ષેત્રના માંધાતા ગણાતા નારાયણમૂર્તિના જમાઈ છે.


Loading...
Advertisement