સુરેન્દ્રનગરમાં આંગડીયા લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું

15 February 2020 12:43 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં આંગડીયા લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું
  • સુરેન્દ્રનગરમાં આંગડીયા લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું

અઠવાડીયા પહેલા કર્મચારી પર ખૂની હૂમલો કરી 1.60 લાખની લૂંટ ચલાવી હતી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.15
સુરેન્દ્રનગરમાં આંગડિયા પેઢીમાં લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યુંથોડા દિવસો પહેલાં મેઈન રોડ પરથી રૂ. 1.60 લાખની લૂંટ કરી હતીલૂંટની ઘટનાનું રિક્ધસ્ટ્રકશન પણ કરાયુંસુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાખોરીનો ગ્રાફ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને લુખ્ખા તેમજ ગુન્હેગારોને પોલીસમનો પણ ડર ન હોય તેમ એક પછી એક બનાવો બની રહ્યાં છે ત્યારે શહેરની મધ્યમાં મેઈન રોડ પર આવેલ આંગડીયા પેઢીમાં દિન દહાડે કર્મચારીને મારમારી રોકડ રકમની લુંટનો બનાવ બન્યો હતો.
જે મામલે પેઢીના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી લુંટના તમામ ત્રણ આરોપીઓને વારાફરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ત્યારે ગુન્હેગારોમાં ડર બેસે તેવાં હેતુથી લુંટના ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રીકનસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા શહેરના મેઈન રોડ પર આવેલ દ્વારકેશના ડેલામાં પહેલે માળે પટેલ માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીની ઓફીસના કર્મચારી અરજણભાઈ રબારીને હથોડી જેવા હથિયાર વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી પેઢીના ટેબલમાં રાખેલ રોકડ રૂા.1.60 લાખની લુંટ ચલાવી બે શખ્સો નાસી છુટયાં હતાં જે અંગે પેઢીના મેનેજર અરવિંદભાઈ સીંધવે ફરિયાદ નોંધાવી હતી જેને ધ્યાને લઈ ડીએસપી, એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની અલગ-અલગ ટીમોએ લુંટના બે આરોપીઓ ઘનશ્યામભાઈ રમણીકભાઈ સતાપરા (પ્રજાપતિ) અને પંકજભાઈ હિરાલાલ રાજગોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમની પુછપરછમાં વધુ એક આરોપીનું નામ બહાર આવ્યું હતું ત્યારે આ ત્રીજા આરોપી રાજકુમાર જેરામભાઈ ઠાકુરને પણ ઝડપી પાડી લુંટનો ભેદ ઉકેલ્યો હતો પરંતુ દિન દહાડે આંગડીયા પેઢીમાં લુંટના બનાવથી પોલીસના પેટ્રોલીંગ સામે પણ અનેક સવાલો ઉભા થયાં હતાં ત્યારે ફરી આ પ્રકારના ગુન્હાઓ ન બને અનેે અન્ય ગુન્હેગારોમાં પોલીસનો ડર બેસે તેવાં હેતુથી ઝડપાયેલ ત્રણેય આરોપીઓનું જાહેરમાં મેઈન રોડ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને લુંટની ઘટનાનું પહેલેથી છેલ્લે સુધી રીકનસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું તેમજ આરોપીઓને આંગડીયા પેઢીની ઓફીસમાં લઈ જઈ પણ રીકનસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ તકે સીટી પીઆઈ એ.એચ.ગોરી, પીએસઆઈ એમ.ટી.વાણંદ સહિત સ્ટાફના ધનરાજસિંહ વગેરે હાજર રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી સુચનાથી એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં આંગડીયા પેઢીના લુંટનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી હતી ત્યારે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં અન્ય ગુન્હેગારોમાં ડર પણ જોવા મળ્યો હતો.


Loading...
Advertisement