ભાવનગર હોસ્પિટલમાં કારના કાચ તૂટયા : પોલીસે ફરિયાદ નહી, અરજી લીધી

15 February 2020 12:17 PM
Bhavnagar
  • ભાવનગર હોસ્પિટલમાં કારના કાચ તૂટયા : પોલીસે ફરિયાદ નહી, અરજી લીધી

કાચ તોડી કિંમતી ચીજ વસ્તુઓની ચોરીના મુદ્દે અરજી પરથી તપાસ શરૂ

ભાવનગર તા.15
ભાવનગર જિલ્લાના તળાજાના ચૂડી ગામના યુવક દર્દીને લઇ સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ બે દિવસ દરમિયાન તેઓને અહીં તસ્કર રાજ અને સુરક્ષાની જેઓની જવાબદારી છે તેઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનો તેને અહેસાસ થયો હતો. ગતરાત્રે આ યુવકની કારના કાચ તોડી અંદરની કિંમતી વસ્તુઓની ચોરી થવા પામેલ તે પોલીસ ફરિયાદ કરવા ગયેલ. પોલીસે હાલ અરજી લઇ તપાસ હાથ ધરી છે.
તળાજા તાલુકાના ચૂડી ગામના રહીશ હાલુભાઇ મૂળુભાઇ વાઘોશીના જણાવ્યા પ્રમાણે તેઓ દર્દીને સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યાં તેઓને થયેલ. તસ્કર રાજના અનુભવને લઇ જણાવ્યું હતું કે ગતરાત્રે અહીં પોતાની ફોર વ્હીલ પાર્ક કરેલ. તેના કાચ તોડી ટેપ, ચારેય સીટ કવર મળી પંદરેક હજારની મતાની ચોરી થઇ હતી. જેને લઇ આજે તેઓએ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. જયાં પોલીસે એફઆઇઆર નોંધીને તપાસ ચલાવવાના બદલ અરજીથી કામ ચલાવ્યું હતું.
હાલુભાઇ એ ત્રણેક દિવસ દરમિયાન થયેલા તસ્કર રાજના અનુભવ બાબતે વધુમાં દાવો કર્યો હતો કે અહીં વોર્ડની બહાર બુટ ચપ્પલ કઢાવવામાં આવે છે તે પણ ચોરાઇ જવાની ફરિયાદ કરી હતી. સિકયુરીટી ગાર્ડ પણ એ બાબતે ઉંચા કરી દે છે.
બે દિવસ પહેલા એક ઇસમ મોબાઇલ ચોરીને ભાગતો પકડયો હતો. એને સિકયુરીટીને સોંપવામાં આવેલ તો તેમણે પોલીસને સોંપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી ન બદલે ફડાકા મારી જતો કરી દીધેલ. કાળુભા રોડ તરફથી ખાસ રાત્રીના સમયે ઉઠાવગીર આવતા હોવાનું અને અહીં સીસીટીવી કેમેરાઓ ન હોવાનું જણાવ્યું હતું.


Loading...
Advertisement