આઈપીએલ બાદ દરેક ફોર્મેટમાંથી રિટાયર થશે હરભજન

15 February 2020 11:36 AM
India Sports
  • આઈપીએલ બાદ દરેક ફોર્મેટમાંથી રિટાયર થશે હરભજન

મુંબઈ, તા. 15
ઈન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના અંત બાદ હરભજનસિંહ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી રીટાયરમેન્ટ લેવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આઈપીએલ દરમ્યાન ઓફ સ્પિનર હરભજન તેના રિટાયરમેન્ટ પ્લાન વિષેની જાહેરાત કરશે. 39 વર્ષનો હરભજન ઈન્ડીયા માટે છેલ્લે 2016 માં એશિયા કપ ટી-20 માં યુનાઈટેડ આરબ એમિરેટ્સ સામે મેચ રમ્યો હતો. તેણે ચાર વર્ષના ગેપ બાદ 2015 માં ઝિમ્બાબ્વે સામેની વનડે મેચ દ્વારા ઈન્ડીયન ટીમમાં કમબેક કર્યુ હતું.

તે 2015 માં ત્રણ વર્ષના સમયગાળા બાદ ટી 20 માં પાછો આવ્યો હતો. હરભજનની ટેસ્ટ-કેરીઅર 1998 ના માર્ચથી 2015 ના ઓગષ્ટ દરમ્યાન કાર્યરત હતી. 103 ટેસ્ટમાં હરભજને 417 વિકેટ લીધી હતી. જેમાં 25 વાર પાંચ-પાંચ વિકેટ લીધી હતી.

આ પ્રોસેસમાં તેણે 145 ઈનિંગમાં 2224 રન કર્યા હતાં. તેણે 236 વન-ડે મેચમાં 269 વિકેટ અને 28 ટી-20 માં 25 વિકેટ લીધી છે. પંજાબના ભૂતપૂર્વ કેપ્ટન હરભજન 48 રણજી મેચ રમ્યો છે. તે 2008 થી 2017 સુધી મુંબઈ ઈન્ડીયન વતી રમ્યો હતો. ત્યાર બાદ તે 2018 થી ચેન્નઈ સુપર કિગ્સમાંથી રમી રહ્યો છે. તેની નજીકના સુત્ર પાસેથી માહિતી મળી છે કે તે આ આઈપીએલ બાદ તમામ ફોર્મેટને અલવિદા કરી રહ્યો છે.


Loading...
Advertisement