ઉપલેટામાં કેન્ડલ માર્ચ યોજી પુલવાના શહિદોને શ્રઘ્ધાંજલી અપાઇ

15 February 2020 11:19 AM
Dhoraji
  • ઉપલેટામાં કેન્ડલ માર્ચ યોજી  પુલવાના શહિદોને શ્રઘ્ધાંજલી અપાઇ

(દોશીભાઇ) ઉપલેટા તા.15
સમગ્ર દેશ જ્યારે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિ રહ્યું છે ત્યારે ઉપલેટા શહેરમાં જમ્મુ કાશ્મીરના પુલવામા માં ગત વર્ષે આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની બસ પર આત્મઘાતી હુમલો કરવામાં આવતા 44 વીર જવાનો દેશ કાજે શહિદ થયા હતા.
જેને ગઇકાલે એક વર્ષ પૂર્ણ થયેલ હોય. તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુલવામાં હુમલાની પ્રથમ વરસીએ ઉપલેટા વોલિશન ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા યોજાયેલ કેન્ડલ રેલીમાં વિવિધ સંસ્થાઓ, શહેરીજનો, નાનામોટા સૌ અબાલ વૃદ્ધો દ્વારા વિશાળ સંખ્યામાં કેન્ડલ માર્ચ માં જોડાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઉપલેટા શહેરના બસ સ્ટેશન ચોક ખાતે થી શરૂ થયેલ આ કેન્ડલ માર્ચ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શહીદોના માનમાં અને યાદમાં યોજવામાં આવેલ આ કેન્ડલ માર્ચમાં ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત દરેક સમાજના લોકો, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી શહિદોને અશ્રુભેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


Loading...
Advertisement