ઊનામાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવવા શેરી નાટક

15 February 2020 10:45 AM
Veraval
  • ઊનામાં માર્ગ સલામતી અંગે જાગૃતતા કેળવવા શેરી નાટક

ઊના શહેરમાં ગીરસોમનાથ જીલ્લા એ આર ટી ઓ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃક્તા કેળવવા મહીલા કેળવણી મંડળે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ઊના ટાવર ચોક, બસસ્ટેશન જેવા ભરચક વિસ્તારોમાં નાટક રજુ કરી લોકોને જાગૃક્તા માટે માર્ગ પર ચાલુ બાઇક પર મોબાઇલમાં વાત ન કરવી, નશો કરીને વાહન ચલાવવુ નહી, પ્રસંગમાં પરીવારોજનોને મોટા લોડર વાહનમાં બેસીને જવું નહી. અકસ્માત સમયે મોબાઇલમાં સેલ્ફી ફોટો પાડવો નહી અને તાત્કાલીક ઇમરજન્સી ઇમ્બ્યુલન્સને લોક કરવો જોઇએ. તેવા વિવિધ પ્રકારના નાટકો રજુ કર્યા હતા. આ તકે જીલ્લા આરટીઓના પ્રશાંતભાઇ માંગુકીયા, પીએસઆઇ એ વી ચુડાસમા, ઊના ટ્રાફીક પોલીસ સોનિંગસિંહ સિસોદીયા સહીતનો સ્ટાફ તેમજ નાટક રજુ કરનાર સ્ટાફ પાર્થ બારોટ, નિતીન પરમાર, કમલેશ વાધેલા, તથા શ્રૃતિબેન બારોટ સહીતની ટીમ દ્વારા લોકોને માર્ગ પર સલામતીથી વાહન ચલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ નાટકને નિહાળી વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીલ્ડબેડ, નશા કારક પદાર્થનું સેવન નહી કરીશુ, વાહન વ્યવહારના નિયમનું પાલન કરવા અંગે શપથ લીધા હતા.
(તસ્વીર / અહેવાલ : ફારૂક કાજી - ઉના)


Loading...
Advertisement