અમરેલીમાં હિમાચલ સહકારી બેન્કના પ્રતિનિધિઓ આવતા સ્વાગત કરાયુ

15 February 2020 10:06 AM
Amreli
  • અમરેલીમાં હિમાચલ સહકારી બેન્કના
પ્રતિનિધિઓ આવતા સ્વાગત કરાયુ

હિમાચલ પ્રદેશ રાજય સહકારી બેંક સિમલાના 22 પ્રતિનિધિઓનું મંડળ હિમાચલ સ્ટેટ ટ્રેનિંગ કો-ઓપરેટીવ બેંક મેનેજમેન્ટના આચાર્ય ડો. સીતારામ ઠાકુરના અધ્યક્ષતામાં તા.10/2થી તા.16/2 દરમ્યાન ગુજરાત રાજયના અમદાવાદમાં આવેલ છે.
ગુજરાતના સહકારી ક્ષેત્રને સમર્થન આપવાના મજબુત ઈરાદા તથા રાજયના તમામ લોકો સહકારી ક્ષેત્રે સંકળાયેલા છે અને રોજગારીની તકો પણ મળી રહે તેવા હેતુથી તા.10 ફેબ્રુઆરી 2020ના સવારે 11-05 કલાકે ચંદીગઢ એરપોર્ટથી ઉપડીને 12-55 મિનિટ પર અમદાવાદ એરપોર્ટ પર હિમાચલ પ્રદેશની પ્રતિનિધિની ટીમ પહોંચેલ ત્યારે તેમનું સ્વાગત નેશનલ ઈન્સ્ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ગાંધીનગરના પ્રોફેસર ધીરૂભાઈ ગોટી દ્વારા કરવામાં આવેલ.
પ્રતિનિધિ મંડળના સભ્યો દ્વારા નેશનલ ઈન્સ્ટીટયુટ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ગાંધીનગર (એનઆઈસીએમ)ની મુલાકાતે આવેલ.
આ તકે ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ કૃષિમંત્રી તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી.ના ચેરમેન તથા નેશનલ ફેડ્રેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન તથા ઈફકોના વાઈસ ચેરમેન તથા અમર ડેરી અમરેલવીના પ્રણેતા તેમજ અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. અમરેલીના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા હિમાચલ પ્રદેશના સહકારી પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું.


Loading...
Advertisement