રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ નવો લોગો જાહેર કર્યો : હૈદ્રાબાદે માર્યો ગજબનો ફટકો

14 February 2020 05:05 PM
India Sports
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ નવો લોગો જાહેર કર્યો : હૈદ્રાબાદે માર્યો ગજબનો ફટકો

સિંહનો મેકઓવર દર્શાવતો લોગો પોસ્ટ કરતું બેંગ્લોર

બેંગાલુરુ,તા. 14 : ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીસી)એ 29 માર્ચથી શરુ થઇ રહેલી ટુર્નામેન્ટ પહેલાં પોતાનો નવો લોગો જારી કર્યો છે.

આરસીસીએ તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં જણાવ્યું હતું કે સાહસિક ગર્વ અને ચેલેન્જર ભાવનાને સાકાર કરી અને ગર્જના કરતાં રાજવી ઘરનાનામાં સિંહને પાછો લાવીએ છીએ.

ટિવટર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીસી)એ ‘ન્યૂ ડિકેડ, ન્યૂ આરસીસી અને આ અમારો પ્લેઓફટ નવો લોગો’ શિર્ષક સાથે નવી ઓળખ પોસ્ટ કરી હતી.
એ સામે સનરાઈઝર્સ હૈદ્રાબાદ (એસઆરએચ)એ કોમેન્ટ કરી હતી કે એ લાલા લોગો રણ બગુન્ડી ઓરેન્જ આર્મી આ સિઝનમાં પ્લેબોલ્ડ સામે રમવા તૈયાર છે.

આરસીસીના ચેરમેન સંજીવ યુટીવાલાએ જણાવ્યું હતું કે નવી બ્રાંડ ઓળખની ડિઝાઈન રજૂ કરવા પાછળનો વિચાર ગર્જના કરતા સિંહને સાંપ્રત મેકઓવર આપવાનો છે.


Loading...
Advertisement