શું આ અદાલતની કોઈ કિંમત નથી? ટેલીકોમ કંપનીઓ પર સુપ્રિમની ફટકાર

14 February 2020 03:39 PM
India
  • શું આ અદાલતની કોઈ કિંમત નથી? ટેલીકોમ કંપનીઓ પર સુપ્રિમની ફટકાર

છેલ્લા 20 વર્ષના સરકારી ડયુ ચુકવવામાં ઠાગાઠૈયા કરતી કંપનીઓને ઉચકાવતી સુપ્રિમ કોર્ટ: સરકારના રૂા.1.47 લાખ કરોડ ચુકવવામાં અનેક ડેડલાઈન છતા નિષ્ફળ જનાર કંપનીઓની આકરી ઝાટકણી: તો દેશ છોડીને ચાલ્યા જાવ: તા.18 માર્ચ સુધીમાં કંપનીઓ ડયુ નહીં ચુકવે તો એમ.ડી.ને અદાલતમાં હાજર થવું પડશે : સુપ્રિમના આદેશ છતાં ટેલીકોમ કંપનીઓને નવી મુદત આપનાર સરકારી અધિકારી પણ સુપ્રિમના ખોફનો ભોગ: એક ડેસ્ક અધિકારી અમારા આદેશને અવગાણતા હોય તો સુપ્રિમ કોર્ટ બંધ કરી દો

નવીદિલ્હી, તા. 14
દેશની ટેલીકોમ કંપનીઓ દ્વારા સરકારને ચુકવવાના રૂા.50 હજાર કરોડથી વધુની સુપ્રિમ કોર્ટે આપેલી ડેડલાઈનનું પાલન નહીં થતા આજે સર્વોચ અદાલતો વોડાફોન, આઈડીયા અને એરટેલ સહિત કંપનીઓને જબરી ફટકાર લગાવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ હતું કે જો તમને અહીં વ્યાપાર કરવાનું યોગ્ય લાગતુ ન નહીં હોય તો તમે દેશ છોડીને જઈ શકો છો.

અદાલતમાં દ્વારા અપાયેલા આદેશનું પાલન ન થતુ હોય તો તેનો કોઈ અર્થ નથી સર્વોચ્ચ અદાલતે એવું પણ આકરૂ વિધાન કર્યુ હતું કે, જો અદાલતના આદેશનું પાલન ન થતુ હોય તો કંપનીઓ સામે શા માટે કોર્ટે કાર્યવાહી નહીં કરી. ટેલીકોન કંપનીઓએ સરકારને સ્પ્રેટ્રમ ટ્રી લાયન્સથી તથા અન્ય સેવાઓ બદલ મોટી રકમ ચુકવવાની જેમાં વોડાફોન અને આઈડીયાએ રૂા.19823 કરોડ રીલાયન્સ કોમીનીકેશન રૂા.16456 કરોડ તથા સરકારી કંપની બીએસએનએલ તથા એમટીએનએલએ અંદાજે રૂા.5 હજાર કરોડ ચુકવવાના છે.

જયારે એરટેલે રૂા.21682 કરોડ ચુકવવાના છે. કુલ 1.47 લાખ કરોડની ટેલીકોમ કંપનીઓને સરકારને ચુકવવાની છે.જેની અગાઉ બે વખત ડેડલાઈન આપવામાં આવી હતી પરંતુ કોઈ કંપનીઓએ તે રકમ ચુકવવાની તૈયારી બતાવી નથી. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિએ અરૂણ મિશ્રાએ કહ્યું કે ટેલીકોન કંપનીઓએ એનજીઆર પેટે છેલ્લે 20 વર્ષથી એક પણ રૂપીયા ચુકવ્યા નથી.

અગાઉ તા.23 જાન્યુઆરીની ડેડલાઈન આપવામાં આવી હતી. પરંતુ હજુ આ રકમ ન ચુકવતા સુપ્રિમ કોર્ટે હવે તા.17 માર્ચ સુધીમાં આ રકમનુ પેમેન્ટ કરવા ટેલીકોમ કંપનીઓને જણાવ્યું છે અને ત્યારે વધુ સુનાવણી યોજાશે તેઓ જો કંપની આ રકમ ચુકવવામા નિષ્ફળ જાય તો કંપનીના મેનેજીંગ ડિરેકટરને અદાલતમાં હાજર થાવુ પડશે. સુપ્રિમ કોર્ટે એવો અફસોસ કર્યો કે, સામાન્ય અધિકારી સુપ્રિમ કોર્ટેના આદેશને રોકે છે. આ દેશમાં શું થઈ રહ્યું છે. કંપનીઓએ હજુ એક પણ પૈસો ચુકવ્યો નથી.

શું સુપ્રિમ કોર્ટની કોઈ કિંમત નથી? શું મનીપાવરનો પ્રભાવ છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂતિ મિશ્રાએ અત્યંત આકરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. તથા ટેલીકોમ વિભાગના જે અધિકારીએ સુપ્રિમનો આદેશ અટકાવ્યો છે તેને અદાલતમાં હાજર થવા જણાવ્યુ હતું. ગત તા.24 ઓકટોમ્બરના સર્વોઅદાલતને ટેલીકોમ કંપનીનો કેસ રદ કરીને કંપનીઓએ રક્મ ચુકવવી પડશે તેવી સુચના આપી હતી.


Loading...
Advertisement