ચોટીલાની કમલ વિદ્યાલયનાં લંપટ સંચાલકનાં રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ

14 February 2020 03:36 PM
Surendaranagar
  • ચોટીલાની કમલ વિદ્યાલયનાં લંપટ સંચાલકનાં રીમાન્ડ મંજૂર કરતી કોર્ટ

આરોપી પાસેથી હવે ચોંકાવનારી વિગતો બહાર આવે તેવા એંધાણ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.14
સુરેન્દ્રનગર જિલ્લામાં જાતીય સતામણીના કેસોમા નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં ખાસ કરીને આવા જાતીય સતામણી અને સ્ત્રી શોષણના કેસમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જાતીય સતામણીનો કેસ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં આવેલા કમલ વિદ્યાલયના સંચાલકે અત્યંત નાની ઉંમરની બાળા સાથે અડપલા કરતા હોવાનો બનાવ સામે આવ્યો હતો.
આ બનાવ સામે આવતા ની સાથે જિલ્લામાં આશ્ચર્યજનકતા ફેલાઈ ગયું છે ત્યારે ચોટીલાના કમલ વિદ્યાલય ના સંચાલકે નાની ઉંમરની બાળા સાથે જાતિ અડપલા કરતા આ બાળાએ પોતાના સગાવ્હાલા ને આ બાબતની જાણ કરતા આ બાલા ના સગા અને સ્નેહીજનો તાત્કાલિક કમલ વિદ્યાલય પહોંચીને સંચાલક સાથે વાતચીત કરી હતી. ત્યારે બીજી તરફ આ બાળાને કમલ વિદ્યાલયના સંચાલક એ અડપલા કરતા આ બાળા એ પોતાના હાથમાં ધોરી નસ ઉપર બ્લેડ મારી નાખતા આ બાળા ને ગંભીર ઈજા પહોંચી હતી. સંચાલકે આવું કૃત્ય કરતા ના આક્ષેપ સાથે આ વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓએ કમલ વિદ્યાલય ને બસ ઉપર અને કમલ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં અને કમલ વિદ્યાલય ઉપર પથ્થરમારો કરીને ખાસ્સું એવું નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે વધુમાં આબાળા ના સ્નેહીજનો દ્વારા આ બાબતની જાણ પોલીસમાં પણ કરવામાં આવી હતી.અને પોલીસે પોસ્કો નો ગુનો દાખલ કરી સંચાલક બટુક ભટ્ટી ધરપકડ કરવા માં આવી હતી. આ લપટ સંચાલક ની સાળા માં 700 થી વધુ વિદ્યાર્થીઓ જેમાં બાળાઓ પણ અભિઆસ કરતી હતી.
વધુમાં આ સંચાલક બટુક ભટ્ટી ને પોલીસ એ ગઈકાલે કોર્ટ મા હાજર કરી અને પોલીસ દવારા કોર્ટ માં રિમાઇન્ડ માગવા માં આવીયા હતા.ત્યારે કોર્ટે પોલીસ એ માગેલ રિમાઇન્ડ મજૂર કર્યા હતા.
ત્યારે આ રિમાઇન્ડ બે દિવસ ના મંજુર કરવા મા આવીયા હતા. હજુ પણ પોલીસ આ લપટ કમલ વિદ્યાલય ના સંચાલક બટુક ભટ્ટી પાસે થી ચોંકાવનારા ખુલાસાઓ બાર આવી શકે છે. ગઈ કાલે મોડી સાંજે રિમાઇન્ડ મજૂર કરવા માં આવતા ફરી પોલીસ સતાફ દવારા આ આરોપી બટુક ભટ્ટી ની પૂછપરછ શરૂ કરવા માં આવી છે.ત્યારે આગામી સમય માં આ લપટ કમલ વિદ્યાલય ના સંચાલક પાસે થી અન્ય પણ ચોંકાવનારી વિગતો બાર આવે તેવા એધાણ છે..ત્યારે પોલીસ દવારા બે દિવસ ના રિમાન્ડ નો બરોબર ઉપયોગ કરી અને વધુ આ સંચાલક બટુક ભટ્ટી ના અન્ય પ્રકરણો બાર આવે તેવું વર્તાય રહ્યું છે.


Loading...
Advertisement