સુરેન્દ્રનગરની સૌથી મોટી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં વ્યાપક સમસ્યા

14 February 2020 03:34 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરની સૌથી મોટી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં વ્યાપક સમસ્યા
  • સુરેન્દ્રનગરની સૌથી મોટી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં વ્યાપક સમસ્યા
  • સુરેન્દ્રનગરની સૌથી મોટી મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં વ્યાપક સમસ્યા

અનેક અસુવિધાઓ : દૈનિક 400થી વધુ દર્દીઓની તપાસ માટે કાયમી તબિબ નથી : પૂરતી દવાઓ પણ નથી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.14
સુરેન્દ્રનગર શહેરની સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલનો વહીવટ એકદમ ખાડે ગયો છે ત્યારે આવા હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટરો તેમજ પૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે પરેશાની ભોગવવાનો સમય આવ્યો છે અવાર નવાર અનેક રજૂઆતો કરવા છતાં પણ ડોક્ટરોનો સ્ટાફ કરવામાં આવતો નથી જેના કારણે દર્દીઓને ભારે પરેશાની વાંચવાનો સમય આવ્યો છે સુરેન્દ્રનગર શહેરની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એટલે મહાત્મા ગાંધી હોસ્પિટલ ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે હોસ્પિટલમાં દરરોજના 400 થી 500 દર્દીઓ સારવાર મેળવવા માટે આજુબાજુના ગામોમાંથી આવતા હોય છે ત્યારે દર્દીઓ સારવાર મેળવવા આવે છે ત્યારે જે સારવાર મેળવવાની હોય છે તેના ડોક્ટરો હોસ્પિટલમાં હોતા જ નથી અને અન્ય ડોક્ટરો આવેલા દર્દીઓને સામાન્ય સારવાર આપી અને રવાના કરી દેવામાં આવતા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ પ્રાદેશિક નિદાન કેન્દ્ર રૂમ નંબર એકમાં દર બીજા અને ચોથા બુધવારે માનસિક દર્દીઓ નિદાન અર્થે આવતા હોય છે પરંતુ અહીં કાયમી તબીબના અભાવે અમદાવાદથી વિઝીટર ડોકટર બોલાવવા પડે છે ત્યારે આ બુધવારે તબીબી તો સમયસર આવી ગયા પર જતા પરંતુ હોસ્પિટલના માણસો ન હોવાથી કોઈ લાઈન ની વ્યવસ્થા ન થતા તેમજ અન્ય સુવિધાઓ અને દર્દીઓને બહારથી દવા લેવાનો વારો આવતા ભારે રોષ છવાયો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરની સારી અને મોટી હોસ્પિટલ જો હોય તો મહાત્મા ગાંધી હોસ્પિટલ છે જેમાં જો તમામ પ્રકારના ડોક્ટરોની જો સુવિધા મળે તો દર્દીઓનાં નાણાં અને સમય બંને બચી શકે છે ત્યારે ડોક્ટરોના પ્રશ્ને અનેકવાર ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા છે કેન્દ્રના આરોગ્ય મંત્રીને પણ લેખિતમાં અંગેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવતી નથી જેના કારણે દર્દીઓને અનેકવાર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હડકવાની રસીનો અભાવ
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે. સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ રતનપર અને જોરાનગર વિસ્તાર મળીને આ વિસ્તાર મોટામાં મોટો વિસ્તાર ગણવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાંથી દરરોજના 20 જેટલા લોકોને શ્વાનો કરડ તા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની આ સરકારી હોસ્પિટલમાં શ્વાનોની કરડીયા પછીની જે ઇન્જેક્શન આપવામાં આવે છે હડકવા માટેના ઇન્જેક્શન હોય છે આવા ન ઇન્જેક્શન હોસ્પીટલમાં હોતા નથી ત્યારે સુરેન્દ્રનગર થી હડકવાની રસી મેળવવા માટે દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અથવા તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવું પડે છે ત્યારે સુરેન્દ્રનગર ની સરકારી હોસ્પિટલમાં સ્વાન કરડે ત્યારે ફરજિયાત પણે દર્દીઓને નાણાં અને સમયનો બંનેનો વેડફાટ કરી અને અમદાવાદ કે રાજકોટ હડકવા માટેની રસી મુકવા માટે જવું પડે છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં દરરોજના 20 થી વધુ લોકોને સ્વાન કરડવાના બનાવો બને છે ત્યારે અનેક લોકો દર્દીઓ સુરેન્દ્રનગર ની સરકારી હોસ્પિટલ હોવા છતાં પરેશાની ભોગવી અને સામનો કરી રહ્યા છે ત્યારે આ અંગે તાત્કાલિક ઘટતું કરવા લોક સમસ્યાની અને આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જનતામાંથી માંગ ઉઠવા પામેલ છે.


Loading...
Advertisement