થાનગઢ રેલવે બ્રિજનાં ફાયદા થોડા અને ગેરફાયદા વધુ!

14 February 2020 03:28 PM
Surendaranagar
  • થાનગઢ રેલવે બ્રિજનાં ફાયદા થોડા અને ગેરફાયદા વધુ!

થાનગઢ રેલવે ઓવર બ્રિજ ફાયદા થોડા અને ગેરફાયદા વધુ છેલ્લા એક વર્ષથી થાનગઢની મધ્યમથી પસાર થતા ઓવર બ્રિજ નું કામ ચાલુ છે ત્યારે સ્થાનિક પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. દરરોજ અંદાજે પચાસથી વધુ ટ્રેનો અહીંથી પસાર થાય છે. ત્યારે દરેક સમયે પંદર મિનિટ સુધી બંને ફાટક બંધ રહે છે. ત્યારે વાહન ચાલકો અને ચાલતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તાઓ ઉપર પેસેન્જર વાહનો તથા લારીઓવાળા અડીંગો જમાવીને બેફામ ટ્રાફિક અડચણ કરી રહ્યા છે. પોલીસ પણ આ બધું મુક સેવક બનીને જોતી રહી છે. થાનગઢ શહેરમાં અંદાજે ચારસોથી વધારે વેપારી દુકાન ધારકો ઓવરબ્રિજની કામગીરીથી બેકાર બનેલ છે. જેના આધારીત હજારથી વધુ કુટુંબો બેરોજગાર બની ગયેલ છે. ઓવરબ્રિજની કામગીરી માટે કોઈપણ પ્રકારે વ્યસ્થિત ડાયવર્જન નહીં હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇંધનનો વ્યય તથા વાહનોમાં મોટા પ્રમાણમાં નુકશ!ન થાય છે. મુખ્ય રસ્તાઓ ઉપર અમુક ધંધાર્થીઓ ગંદુ પાણી ઢોળીને રાહદારીઓ માટે મુશ્કેલી સર્જે છે. આ માટે થાનગઢ નગરપાલિકા કોઈપણ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નિવડેલ છે. ઓવરબ્રિજની કામગીરી બાબતે શરૂઆતથી થાનગઢની પ્રજાને કોઈ પણ માહિતી મળેલ નહીં હોવાથી બેરોજગારીની સાથે થાનગઢના હૃદય સમાન વાસુકી મંદિરનું તળાવ પણ ખાલી થઈ ગયેલ છે.
(તસવીર/અહેવાલ : ફારૂક ચૌહાણ-વઢવાણ)


Loading...
Advertisement