એક વ્યકિતના નામે ગમે તેટલા ખાતા હોય કે જોઈન્ટ એફડી હોય, વીમા કવચ માત્ર 5 લાખ જ મળશે !

14 February 2020 03:16 PM
India
  • એક વ્યકિતના નામે ગમે તેટલા ખાતા હોય કે જોઈન્ટ એફડી હોય, વીમા કવચ માત્ર 5 લાખ જ મળશે !

બેન્ક ડૂબી જાય તો ડિપોઝીટ ઈુશ્યોરન્સ રૂ.5 લાખ મળે પરંતુ...: વીમા કવચનો લાભ મેળવવા લોકો હવે જોઈન્ટ એફડી ટાળે તેવી શકયતાઓ

નવીદિલ્હી, તા. 14
તાજેતરમાં બજેટ પ્રવચન દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને એક મહત્વની જાહેરાત કરી હતી કે જો કોઈ બેન્કમાં આપનુ ખાતુ છે અને કોઈ કારણે તે બેન્ક જો ડૂબી જાય તો વીમા કવચ 1 લાખ રૂપિયાના બદલે પાંચ લાખ રૂપિયાનું રહેશે હવે સવાલ એ છે કે જે ખાતા કે ડિપોઝીટ ધારકના જોઈન્ટ ખાતા છે કે એકથી વધુ જગ્યાએ એકાઉન્ટ પર ડિપોઝીટ પર કેટલુ વીમા કવચ મળે ?

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બેન્કમાં જમા રકમ-ડિપોઝીટ પર વીમા કવચની રકમમાં છેલ્લી વાર 1993 માં રકમ વધારીને 1 લાખ રૂપિયા કરાઈ હતી જે 27 વર્ષ બાદ ફરી તેમાં પાંચ ગણો વધારો કરી 5 લાખ રૂપિયા કરાઈ છે.

બજેટ ભાષણ બાદ એલાન બાદ ડિપોઝીટ ઈુશ્યોરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી)એ દરેક બેન્કોને આ બારામાં જાણકારી અપાઈ છે. જેમાં કહેવાયું છે કે પ્રતિ 100 રૂપીયાના પ્રીમિયમને 12 પૈસા કરવામાં આવ્યું છે, જે 1 એપ્રિલ 2020 થી શરૂ થતા નાણાકીય વર્ષના છ માસિકથી લાગુ પડશે. આ વાર્ષિક પ્રીમિયમને 10 પૈસાથી વધારીને 12 પૈસા કરાયું છે.

હવે 5 લાખ રૂપિયાનું વીમા કવચ (ડિપોઝીટ ઈુસ્યોરન્સ) પ્રતિ ડિપોઝીટ પ્રતિ બેન્કના આધારે લાગુ થશે, આવામાં જો એક જ બેન્કની અનેક એકાઉન્ટ છે તે આ બ્રાન્ચોમાં જમા કુલ રકમના માત્ર 5 લાખ રૂપિયા જ સુરક્ષીત રહી શકશે. અલબત, જો કોઈ એક જ વ્યકિતનું એકાઉન્ટ અલગ અલગ બેન્કમાં હશે તો આવી સ્થિતિમાં પણ બધી જ બેન્કોમાં ડિપોઝીટના 5 લાખ સુધી જ સુરક્ષીત રહેશે.

જોઈન્ટ એકાઉન્ટમાં પણ આજ સ્થિતિ રહેશે. અર્થાત કોઈ જોઈન્ટ એકાઉન્ટને એક જ એકમ માનવામાં આવશે. અર્થાત કોઈ વ્યકિતએ અન્ય વ્યકિત સાથે એકથી વધુ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યા હોય તો આ સ્થિતિમાં બધા જોઈન્ટ એકાઉન્ટ મળેલો માત્ર 5 લાખની ડિપોઝીટ જ સુરક્ષિત રહેશે. આ વીમા કવચનો લાભ ત્યારે મળે જયારે બેન્ક દેવાળીયા થઈ જાય અથવા અન્ય સ્થિતિમાં બેન્ક જયારે રિક્ધસ્ટ્રકટ કે કાંઈ અન્ય બેન્કથી વિલય થઈ જાય. જાણકારોનું કહેવું છે કે ડીબીઆઈજીસી ડુબી ગયેલી બેન્કના ડિપોઝીટર્સ સાથે સીધી રીતે સંપર્ક નથી કરતુ પરંતુ ડિપોઝીટર્સના આધાર પર કલેમનું લિસ્ટ તૈયાર કરે છે.


Loading...
Advertisement