જામજોધપુર તાલુકા પંચાયતનું બજેટ મંજુર

14 February 2020 03:14 PM
Jamnagar
  • જામજોધપુર તાલુકા પંચાયતનું બજેટ મંજુર

તાલુકાના વિવિધ વિકાસના કામો માટે જોગવાઇ

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.14
જામજોધપુર તાલુકા પંચાયતના જનરલ બોર્ડની બેઠક તાલુકા પંચાયતના પ્રમુખ ધાનાભાઇ બેરાના અઘ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મનોજભાઇ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ તમામ સદસ્યો કર્મચારીની ઉપસ્થિતીમા યોજાયેલ જેમા તાલુકા પંચાયતનું 64 કરોડ 99 લાખનું બજેટ મંજુર કરાયેલ હતું. જેમા 8 કરોડ 73 લાખની પુરાત દર્શાવેલ છે. જેમા તાલુકાના વિવિધ વિકાસના કામો માટે જોગવાઇ કરવામા આવેલ છે.


Loading...
Advertisement