કોર્ટમાં માલ્યાએ ફરી હાથ જોડીને કહ્યું - ભારતીય બેન્કો કર્જના પૈસા લઇ લે

14 February 2020 03:13 PM
India
  • કોર્ટમાં માલ્યાએ ફરી હાથ જોડીને કહ્યું - ભારતીય બેન્કો કર્જના પૈસા લઇ લે

માલ્યાએ સીબીઆઈ, ઇડી સામે અનુચિત વ્યવહારનો આક્ષેપ લગાવ્યો

લંડન,તા. 14
શરાબ કારોબારી વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ મામલે પોતાની અપીલની સુનાવણીના અંતિમ દિવસ ગુરુવારે રોયલ કોર્ટ ઓફ જસ્ટીસ પહોંચ્યો હતો, આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે હું હાથ જોડીને ભારતીય બેન્કોને નિવેદન કરું છું કે તે પોતાના કર્જની 100 ટકા મૂળ રકમ તરત પાછી લઇ લે, તે આ રકમ પાછી આપવા તૈયાર છે. માલ્યાએ વધુમાં જણાવ્યું હતું કે સીબીઆઈ અને ઇડી તેની સાથે જે વ્યવહાર કરે છે તે અનુચિત છે.

ઉલ્લેખનીય છે કે માલ્યા (ઉ.64) ભારતમાં 9000 કરોડ રુપિયાની છેતરપિંડીના કેસ છે. તેણે બેન્કો પાસેથી લીધેલું કર્જ ચૂકવ્યું નહોતું.

ભારત સરકાર તરફથી રાજશાહી અભિયોજન સેવા (સીપીએસ)ના વકીલ માર્ક સમર્સે દલીલ કરતા જણાવ્યું હતું કે તેમણે (કિંગ ફિશર એરલાઈને બેન્કોને) લાભની જાણી જોઇને ખોટી જાણકારી આપી હતી. જ્યારે બચાવ પક્ષે જણાવ્યું હતું કે તે કિંગ ફિશર એર લાઈન આર્થિક દુર્ભાગ્યનો શિકાર થઇ છે, જે રીતે અન્ય ભારતીય એરલાઈનો થઇ છે, જ્યારે સીપીએલના સમર્સે દલીલ કરી હતી કે 32000 પાનાના પ્રત્યાર્પણ દાયિત્વો પૂરા કરવા પુરાવાઓ છે. આ માત્ર પ્રથમ દ્રષ્ટિએ કેસ નથી બનતો બલકે બેઇમાનીના અત્યાધિક પુરાવાઓ છે.


Loading...
Advertisement