કાલાવડ પાલિકાના કાયમી કર્મચારીઓને પાંચમા પગાર પંચનો લાભ આપવા હુકમ

14 February 2020 03:12 PM
Jamnagar
  • કાલાવડ પાલિકાના કાયમી કર્મચારીઓને પાંચમા પગાર પંચનો લાભ આપવા હુકમ

(રાજુભાઇ રામોલીયા) કાલાવડ તા.14
કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ વિનુભાઇ કપુરીયા, ડી.એન.ઉનાગર, આઇ.આઇ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત થયેલ ચાર કર્મચારીઓની લાંબી લડતના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થાય છે.
જેનો હૂકમ મ્યુનિસિપલ એડમીસ્ટ્રેટર કમિશ્નર ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશ્નર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતાં આ પગાર ચુકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખીત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફકત એકાઉન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ન ચુકવવાનું વલણ અપનાવેલ છે. ચીફ ઓફિસરનો હુકમ હોવા છતાં માહે જૂન 2019થી આજ સુધી પગાર ચુકવાયો નથી. આથી કર્મચારીઓ અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ દયનીય બનતા આ અંગેનો વિરોધ કરવા તા.12/2/2020ના રોજ નગરપાલિકાના કર્મચારીઓ તથા ભારતીય મજદૂર સંઘ-જામનગરના વી.ડી.વાળા, વાય.જે.વ્યાસ અને સરસ્વતીબેન જેઠવાની ઉપસ્થિતિમાં ધરણા યોજી ગુજરાત રાજયના મુખ્યમંત્રીને મામલતદાર કાલાવડ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. આ અંગે સરકાર દ્વારા યોગ્ય પગલા નહી લેવામાં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ભારતીય મજદૂર સંઘની યાદીમાં જણાવ્યું છે.


Loading...
Advertisement