ધ્રોલના પીએસઆઇ ગઢવીની જામનગર બદલી : એસઓજીમાં મૂકાયા

14 February 2020 03:11 PM
Jamnagar
  • ધ્રોલના પીએસઆઇ ગઢવીની જામનગર બદલી : એસઓજીમાં મૂકાયા

પોલીસ તંત્રમાં ફરજ સાથે ગઢવીએ 100થી વધુ કવિતા, ગઝલો રચી છે
(સંજય ડાંગર) ધ્રોલ તા.14
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષ થયા ફરજ બજાવતા પી.એસ.આઇ વી.કે ગઢવીની જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) માં બદલી થતા ધ્રોલ વાસીઓએ પ્રથમ દ્રષ્ટિએ થોડો વસોવસો વ્યક્ત કર્યો છે. કારણકે પીએસઆઈ ગઢવી ગુનેગારો પર ગજબની પકડ મેળવી હતી. એક તબક્કે કહીએ તો તો તેમની ફરજ દરમિયાન ગુનેગારો ભોંભીતર થઈ ગયા હતા.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે શાંત રીતે જાળવી રાખનાર આ પોલીસ અધિકારીની જામનગર ખાતે બદલી થઇ છે. આશ્ચર્યની વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં સરાહનીય ફરજ ની સાથે સાથે સાથે કવિ હૃદય પણ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની રુચિ, લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે.


Loading...
Advertisement