શાહીન બાગમાં પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ :પ્રદર્શન સ્થળે લોકો ઘટયા

14 February 2020 03:10 PM
India
  • શાહીન બાગમાં પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલિ :પ્રદર્શન સ્થળે લોકો ઘટયા

પ્રદર્શન સ્થળે લોકોને હાજર રહેવા મંચ પરથી અપીલો

નવી દિલ્હી,તા. 14
દિલ્હી વિધાનસભાની ચૂંટણી ખતમ થયા બાદ શાહીન બાગમાં જાણે સન્નાટો ફેલાવા લાગ્યો છે. સીએએ સામે પ્રદર્શન કરી રહેલા લોકોમાં હવે ઘટાડો થવા માંડ્યો છે. આટલું જ નહીં શાહીન બાગમાં પ્રદર્શનકારીઓની ભીડ ઘટતા મંચ પર લાઉડ સ્પીકરથી વધુને વધુ લોકો શાહીનબાગમાં આવવા અપીલ કરાઈ છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહીન બાગમાં દેખાવકારોની ભીડ જોવા મળતી હતી જે ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા બાદ ઘટી રહી છે. ત્યાં સુધી કે મંચ પર લાઉડ સ્પીકર પરથી વધુને વધુ લોકોને શાહીન બાગમાં પહોંચવાની અપીલ કરાઈ રહી છે.

જ્યારે આજે પુલવામા આંતકી હુમલાની પ્રથમ વરસીના કારણે શાહીન બાગમાં કોઇ રાજનીતિક ભાષણ નહીં થાય પણ તા. 14 અને 15 દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. રવિવારે શાહીન બાગમાં બાળકોના સંગીત, એક્ટિંગ વગેરેનાં ક્લાસ લેવાશે. આજે સવાલ-જવાબિ સત્રમાં સીએએ, એનઆરસી એનપીઆરને લઇને લોકોના સવાલોના જવાબ અપાશે. આ સિવાય ટ્રાન્સજેન્ડર વક્તા પણ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઉમટશે.

શાહીનબાગમાં પ્રદર્શન સ્થળે પુલવામા હુમલાની વરસીની પૂર્વ સંધ્યાએ મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી.

મોદી તુમ કબ આઓગે ? પીએમને વેલેન્ટાઈન સ્ટાઈલમાં અપીલ
ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. પ્રેમનું સપ્તાહ વેલેન્ટાઈન સમાપ્તી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મોદીને મનાવવા શાહીન બાગનિા પ્રદર્શનકારીઓએ મોદીને વેલેન્ટાઇન ઇન્વીટેશન મોકલ્યું છે. તેમણે મોદી માટે વેલેન્ટાઈન કાર્ડ બનાવી પૂછ્યું છે -મોદી, તમે ક્યારે આવશો ?

વેલેન્ટાઇન કાર્ડમાં અપીલ કરાઈ છે કે પીએમ મોદી પ્લીઝ શાહીનબાગ આવો અને આપની ગિફટ લઇ જાઓ. સાથે સાથે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ સાથે વાત પણ કરો. પ્રદર્શનકારીઅઙેએ આ વેલેન્ટાઈન કાર્ડ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.


Loading...
Advertisement