ઈમરાન ખાન વધુ એક વાર ‘ડ્રાઈવર’ બન્યા, લોકોએ પૂછયું-શું ધંધો બદલી નાખ્યો !

14 February 2020 03:03 PM
India World
  • ઈમરાન ખાન વધુ એક વાર ‘ડ્રાઈવર’ બન્યા, લોકોએ પૂછયું-શું ધંધો બદલી નાખ્યો !

તુર્કીના રાષ્ટ્રપતિને રિસીવ કરવા ગયા

ઈસ્લામાબાદ, તા. 14
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની હાલ માત્ર પાકિસ્તાન જ નહીં પણ પૂરી દુનિયામાં મજાક થઈ રહી છે. ફરી એકવાર તે પોતાના ડ્રાઈવીંગને લઈને ચર્ચામાં છે. આ વખતે તર્કના રાષ્ટ્રપતિ રિસંપ તૈયબ અર્દોગાનને રિસીવ કરવા ખુદ ઈમરાન ખાન એરબેઝ પર પહોંચ્યા હતાં.

અર્દોગાન અને તેની પત્ની એમીનને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ બધા ચોંકી ગયા હતા જયારે ઈમરાને ખુદે ડ્રાઈવીંગ કરવાનો ફેસલો કર્યો હતો. કાળા શુટમાં ખુદ ઈમરાન ડ્રાઈવીંગ સીટ પર બેઠા તો તેની બાજુમા સીટ પર એર્દોગાન જોવા મળ્યા. ઈમરાનખાન તેમને લઈને રાષ્ટ્રપતિ આરિફ અલ્બના નિવાસે પહોંચ્યા હતાં.
Image result for Imran Khan becomes 'driver' once more, people ask - has the business changed!
જો કે આવું પહેલીવાર નથી થયુ, આ અગાઉ જયારે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાન આવેલા ત્યારે પણ ઈમરાને તેમની ગાડી ખુદ ડ્રાઈવ કરી હતી. અલબત, ઈમરાન ખાન તુર્કીના રાષ્ટ્રપતિના શોફર બનતા સોશિયલ મીડિયામાં ખૂબજ મજાક થઈ રહી છે. વડાપ્રધાન ઈમરાનખાનને લોકો પૂછી રહ્યા છે શું ધંધો બદલી નાખ્યો છે?

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કલમ 370 હટાવાઈ છે ત્યારથી પાકિસ્તાન તેના વિરોધમાં સમર્થન હાંસલ કરવા ઝઝૂમી રહ્યુ છે પરંતુ ત્યાં સુધી કે ઈસ્લામિક દેશો પણ તેને સમર્થન નથી આપતા, આ સ્થિતિમાં મલેશિયા અને તૂર્કિને રિઝવવાની ખાન કોશિશ કરે છે.


Loading...
Advertisement