ડુમિયાણી ટોલપ્લાઝા સામે ચાલતા આંદોલનને આમ આદમી પાર્ટીનો ટેકો

14 February 2020 02:55 PM
Dhoraji
  • ડુમિયાણી ટોલપ્લાઝા સામે ચાલતા આંદોલનને આમ આદમી પાર્ટીનો ટેકો

ઉપલેટા તાલુકા મામલતદારને આવેદનપત્ર અપાયું

(જગદીશ રાઠોડ દ્વારા)
ઉપલેટા તા.14
ડુમિયાણી ટોલ પ્લાઝાના અસહય ભાવ વધારા સામે ઉપલેટા શહેર અને તાલુકાના જુદા જુદા તમામ વેપારી એસો.નો તમામ સમાજો અનેક
સામાજીક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ ડોકટરો વકીલો ઉદ્યોગપતીઓ વિગેરેના સમર્થન સાથે જન આંદોલન ચાલી રહ્યું છે.
હવે આ આંદોલનમાં ધોરાજી શહેર અને તાલુકાની જનતાએ પણ ઝુમાવ્યું છે. જેનાથી આ આંદોલન વધુ મજબુત બન્યું છે. આ આંદોલનને અનિ આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપી મામલતદારને આવેદનપત્ર આપેલ હતું. જેમાં મહિલા મોરચાના પ્રમુખ રાણીબેન આહીર, દિલીપભાઈ પંડયા (બાબા યાત્રા પ્રવાસ વાળા સહીત પાર્ટીના હોદેદોરો કાર્યકરો અને મહિલાઓ જોડાયા હતા.


Loading...
Advertisement