ગરીબ-મઘ્યમ વર્ગની પીડા-સમસ્યા પરત્વે રાજ્ય સરકાર સંવેદના હિન : સુવિધા આપવા માંગ

14 February 2020 02:54 PM
Amreli
  • ગરીબ-મઘ્યમ વર્ગની પીડા-સમસ્યા પરત્વે રાજ્ય સરકાર સંવેદના હિન : સુવિધા આપવા માંગ

દિલ્હી પેટર્નથી ગુજરાત રાજ્યમાં સગવડતા આપવા પ્રજાની લાગણી

અમરેલી, તા. 14
દેશનાં પાટનગર નવી દિલ્હીની જનતાએ સમગ્ર દેશની જનતા અને રાજય સરકારો તેમજ કેન્દ્ર સરકારને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવીને પરોક્ષ રીતે સરકાર કલ્યાણરાજનાં સિઘંતોને અનુસરશે તો જ મત મળશે અને કલ્યાણ રાજ ચલાવે તેને જ સત્તાનું સુકાન સોંપવાનો સંદેશ આપેલ છે.
ગુજરાતમાં છેલ્લા રપ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારનાં રાજમાં રાજયમાં ગરીબ અનેમઘ્યમવર્ગીય પરિવારોની આર્થિક હાલતમાં સુધારો થયો નથી. વીજળી અને પાણીનાં તોતીંગ બીલથી જનતા પરેશાન થઈ ચુકી છે. રાજયનાં જુદા-જુદા શહેરોમાં બનાવવામાં આવેલ ભુગર્ભ ગટરનાં કારણે જનતા પરેશાન છે. પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી, સરકારી દવાખાના કે સરકારી શાળાઓમાં સુવિધાઓમાં સતત વધારો થઈ રહૃાો છે.
તદઉપરાંત મહિલા સુરક્ષા, બાળકોનાં પાોણની સમસ્યા, ગરીબ પરિવારોને રાહતદરે અનાજ પણ પહોંચતું કરાતું નથી, પરિવહનની સુવિધાનાં કોઈ ઠેકાણા નથી, ખેડૂતો, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, શ્રમજીવીઓની પણ અનેક સમસ્યાઓ જોવા મળે છે.
રાજય સરકાર માત્ર મોટી મોટી જાહેરાત કરીને વાસ્તવિકતાથી દુર ભાગવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આગામી 3 વર્ષમાં ભાજપ સરકાર ગરીબો અને મઘ્યમવર્ગની હાલત નહી સુધારે તો ગુજરાતની જનતા પણ ભાજપને સત્તાથી વિમુખ કરી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન થી.
ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારો જ મતદાન કરીને સરકારની રચના કરતાં હોય છે. ચૂંટણી વેળા રાજકીય પક્ષો હંમેશા ગરીબો, ખેડૂતો, શ્રમજીવીઓનું કલ્યાણ કરવાનું વચન આપીને જે અમીરો મત આપતા નથી તેનું ભલું કરે તે બાબત હવે આગામી દિવસોમાં ચાલે તેમ નથી.
આજનાં આધુનિક યુગમાં નવી દિલ્હીમાં થયેલ ચૂંટણીપ્રક્રિયા અને હાર-જીત પર રાજયની જનતાની નજર હતી એટલે હવે રાજયની ભાજપ સરકારે પણ ગંભીર બનીને કલ્યાણરાજની સ્થાપના કરવી જરૂરી બની છે.


Loading...
Advertisement