રાજકોટના આધેડે પીપરાણા પાસે ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત

14 February 2020 02:52 PM
Rajkot Saurashtra
  • રાજકોટના આધેડે પીપરાણા પાસે ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત

પૈસાની લેતી-દેતી મામલે આપઘાત કર્યો હોવાની પરિવારને આશંકા: સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ, તા. 14
રાજકોટના માર્કેટીંગ યાર્ડ પાછળ મચ્છાનગરમાં રહેતા ભરવાડ આઘેડે કોટડાસાંગાણીના પીપરાણા ગામે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આપઘાત પાછળ પૈસાની લેતી-દેતી હોવાનું તારણ પરિવારે જણાવ્યું છે. યુવકના મોતથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માર્કેટીંગ યાર્ડ પાછળ મંચ્છાનગરમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે ભુરો રૈયાભાઈ જાદવ ભરવાડ (ઉ.વ.45) નામનો આઘેડ ગઈકાલે બપોરના સમયે પીપરાણા ગામે પેટ્રોલ પંપની સામે ઝેરી દવા પી લેતા તેનુ સારવારમાં મોત નિપજયુ હતું.
ભાવેશભાઈના પરિવારે જણાવ્યુ હતું કે, ભાવેશભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. પોતે ચાર ભાઈ 3 બહેનમાં વચેટ હતાં. તેમના પત્ની અને બાળકો ગામડે લગ્નમાં ગયા હ્તાં. ભાવેશભાઈએ એક આજી ડેમ પાસે રહેતા ભરવાડ શખ્સ પાસે પૈસા ઉછીના લીધા હતાં. જેથી પૈસાની લેતી-દેતી
મામલે આ પગલુ ભરી લીધાની શંકા છે. આ મામલે કોટડાસાંગાણી પોલીસે તપાસ આદરી છે.


Loading...
Advertisement