જૂનાગઢમાં ભયજનક-ગુનો કરવાની ટેવ ધરાવતા બે શખ્સો સામે પાસાની કાર્યવાહી

14 February 2020 02:51 PM
Junagadh
  • જૂનાગઢમાં ભયજનક-ગુનો કરવાની ટેવ ધરાવતા બે શખ્સો સામે પાસાની કાર્યવાહી

બંને સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા હોય કાનૂની કાર્યવાહી

જૂનાગઢ તા.14
જૂનાગઢ શહેરમાં દોલતપરા ખાતે રહેતા સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર ઉવ. 32 રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ખુન ની કોશિશ, ધાડ, અપહરણ, હથિયાર ધારા, ધમકી, પોલીસ ઉપર હુમલો, ફરજમાં રૂકાવટ, એટ્રીસીટી, વિગેરે જેવા કુલ 16 થી 17 ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તાજેતરમાં ધાડના ગુનામાં સંડોવાયેલ હતો.
ઉપરાંત આ માથાભારે આરોપીને ભૂતકાળમાં હદપાર પણ કરવામાં આવેલ હતો. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, એજરીતે જૂનાગઢ શહેરમાં કસ્તુરબા સોસાયટી, દોલતપરા ખાતે રહેતા ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર ઉવ. 32 રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ કે, જે ભૂતકાળમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના માતબર રકમના મુદામાલના કુલ ચાર થી પાંચ ગુનાઓમાં સંડોવાયેલ હોય, ઉપરાંત આ માથાભારે આરોપી વિરુદ્ધમાં ભૂતકાળમાં અટકાયતી પગલાં લેવામાં આવેલ હતા. તેમ છતાં, તેણે ગુન્હાઓ આચરવાનું ચાલુ જ રાખેલ હોઈ, આ બને ભૂતકાળમાં અસંખ્ય ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની અસામાજિક પ્રવૃત્તિ ડામવા સારૂં જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ સહિતના સ્ટાફે અતિ ખાનગી રાહે પાસા દરખાસ્ત તૈયાર કરી, માથાભારે ઇસમ સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર ઉવ. 32 રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ તથા અન્ય ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર ઉવ. 32 રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢના વિરૂધ્ધ પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી,જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ મારફતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી સમક્ષ મોકલી આપતા, જિલ્લા કલેકટર દ્વારા પાસા ધારા મુજબ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ હતું.જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘી દ્વારા સાંગા કારાભાઈ ગોજીયા જાતે આહીર ઉવ. 32 રહે. નેમીનાથનગર, દોલતપરા, જૂનાગઢ તથા ભરત ભૂરાભાઈ ઓડેદરા જાતે મેર ઉવ. 32 રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢ વિરૂઘ્ધમાં પાસા ધારા હેઠળ ભયજનક વ્યકિત તથા પ્રોહીબિશન બુટલેગર તરીકેનું પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, નાઈટ પેટ્રોલીંગ દરમિયાનજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના ઇચા. પોલીસ ઇન્સપેકટર જે.પી.ગોસાઈ, પીએસઆઇ પી.જે.રામાણી તથા સ્ટાફ સહિતની ટીમ દ્વારા તાત્કાલિક તેની બજવણી કરી અને બંને ઈસમો સામે પાસાધારા હેઠળ અટકાયત કરી, બંનેને સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવેલ છે.


Loading...
Advertisement