જૂનાગઢમાં મહિલા અને તેની પુત્રીઓની છેડતી કરતા રોમિયા સામે પોલીસની કાનૂની કાર્યવાહી

14 February 2020 02:48 PM
Junagadh
  • જૂનાગઢમાં મહિલા અને તેની પુત્રીઓની છેડતી કરતા રોમિયા સામે પોલીસની કાનૂની કાર્યવાહી

ગુનો નોંધી આકરી પૂછપરછ : મહિલાએ હિંમત કરી ફરિયાદ કરી

જૂનાગઢ તા.14
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર સાઈબાબા મંદિર પાસે ગઈકાલે સાંજના સુમારે સરેઆમ મહિલાની છેડતી કરતા સડક છાપ રોમિયો ને કાયદાનું ભાન કરાવાયું હતું જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન ના પગલે મહિલાઓની વધતી જતી છેડતીના બનાવો અટકાવવા પોલીસ કડક હાથે કામ લઈ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી રહી છે આ આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગઇકાલે સાંજના સુમારે જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારના સાઈબાબા મંદિર પાસે પારૂલબેન કિશોરભાઈ રાઠોડ જાતે મોચી ઉ.વ.-38 રહે.ઝાંઝરડા રોડ સુબોધ નગર ખાતે મહિલા ઘરની ખરીદી કરવા પોતાની પુત્રી સાથે બહાર નીકળેલા ત્યારે આરોપી મનોજ હર્ષદભાઈ ભારતી અને જયેશ અશ્વિનભાઈ ભારતી રહે બન્ને ઝાઝરડા રોડ યમુના એપાર્ટમેન્ટ જુનાગઢ વાળા તેમની પાછળ આવી પારૂલબેન અને તેમની દિકરીઓ સાથે જતા હોય તે વખતે ઉપરાંત અવાર-નવાર આ આરોપીઓ પારૂલબેન તથા તેમની દીકરીઓની પાછળ પાછળ જઈ પારૂલબેનના ઘર પાસેથી નીકળી ગંદા ઈસારાઓ કરતા હોય જેથી પારૂલબેને આવુ ના કરવા તેમજ ઘર પાસેથી નીકળવાની ના પાડતા આરોપી મનોજે ઉશ્કેરાઇને ફરીયાદી પારૂલબેનને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીઓ ત્યાંથી પલાયન થઈ ગયા હતા ફરિયાદી એ સઘળી હકીકત પોલીસને જણાવતા પોલીસે છેડતી સહિતની કલમો નો ઉપયોગ કરી ગુનો નોંધતા આ વિસ્તારના આવારા સડક છાપ રોમિયો અને ટપોરીઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.


Loading...
Advertisement