ભાવનગરમાં રિક્ષા ચોરી કરી કટીંગ કરી જુદા જુદા સ્પેરપાર્ટસ વેચતી તસ્કર ત્રિપુટીની ધરપકડ

14 February 2020 02:47 PM
Bhavnagar Crime
  • ભાવનગરમાં રિક્ષા ચોરી કરી કટીંગ કરી જુદા જુદા સ્પેરપાર્ટસ વેચતી તસ્કર ત્રિપુટીની ધરપકડ

આરોપીઓને રિમાન્ડમાં લેવા પોલીસની તજવીજ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.14
ભાવનગરએલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યા્ન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં નવાપરા ચોક દરબાર બોર્ડીંગ પાસે આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે, નવાપરા કબ્રસ્તાન રોડ ઉપર જમણી સાઇડમા આવેલ સલીમભાઇ સ્ક્રેપ ટુ-વ્હિલર ગેરેજમા ગેરેજના માલીક સલીમભાઇ મહિડા તથા અન્ય બે માણસો હાજર છે અને એક પિયાગો રીક્ષા ગેસ કટરથી કાપેલ પડેલ છે.અને આ રીક્ષા ચોરી અથવા ચળ કપટથી મેળવેલ છે.
જે ઉપરોકત બાતમી આધારે સદરહુ બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પિયાગો રીક્ષા રજી નંબર જોતા જીજે-12-બીટી-3396ના હોય અને ગેસ કટરથી કાપી અગલ-અલગ સ્પેર-પાર્ટ પડેલ હોય જેના ચેચીસ નંબર -એમબીએકસ0001સીએફટી152402 તથા એન્જીન નંબર -આર52689832 ના હોય તેમજ સદરહુ જગ્યાએ . (1) સલીમભાઇ અલીભાઇ મહિડા/ઘાંચી ઉ.વ.49 રહે. મહિડાનો ડેલો કેસરબાઇ મસ્જીદ સામે નવાપરા ભાવનગર (2) હિતેશગીરી ચંદુગીરી ગૌસ્વામી/અતીત બાવાજી ઉ.વ.42 રહે.પ્લોટ નં.4397/બી નિલમણીનગર કાળીયાબીડ ભાવનગર (3) ઇનાયતભાઇ મહમદભાઇ બાવનકા/ખાટકી ઉ.વ.27 રહે. માઢીયા ફળી ચોક વડવા ભાવનગરવાળાઓ હોવાનું જણાવતા તેના કબ્જામાં રહેલ પીયાગો રીક્ષા કટીંગ કરેલ અલગ-અલગ સ્પેર-પાર્ટના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા પીયાગો રીક્ષા કટીંગ કરેલ અલગ-અલગ સ્પેર-પાર્ટના ની કિ.રૂ.25,000/-ગણી સદરહું રીક્ષા સી.આર.પી.સી. 102 મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ તેમજ મજકુર ત્રણેય ઇસમોને પોતાના કબ્જામા ચોરીનો મુદામાલ રાખવા તથા મદગારી કરવા બાબતે સી.આર.પી.સી કલમ-41(1) ડી મુજબ અટક કરી અને આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
મજકુર ત્રણેય ઇસમોની પુછ પરછ કરતા સદરહું રીક્ષા વીસેક દિવસ પહેલા નં-2 ના મિત્ર ઘનશ્યામપુરી રહે અંજાર વાળો તથા તેનો મિત્ર અંજાર બાજુથી ચોરી કરી લાવી નં- 2,3 ના હસ્તક નં-1 ના ગેરેજે રૂ.14,000/- મા વેંચી ગેસ કટરથી અલગ-અલગ સ્પેર-પાર્ટ કરી વેંચવાની તૈયારી કરતા હોવાનુ જણાવતા હોયજે બાબતે ખરાઇ કરતા અંજાર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. 11993003200079/2020 ઇ.પી.કો. 379 મુજબનો ગુન્હો નોઘાયેલ છે.


Loading...
Advertisement