યુવાનની ધરપકડના મુદ્દે પોલીસ સામે કાર્યવાહી કરવા માનવ અધિકાર આયોગનો હુકમ

14 February 2020 02:46 PM
Bhavnagar
  • યુવાનની ધરપકડના મુદ્દે પોલીસ સામે કાર્યવાહી કરવા માનવ અધિકાર આયોગનો હુકમ

પાંચ વર્ષ ફરાર દેખાડયો પણ આ સમયગાળા દરમ્યાન તળાજા પોલીસે બે વખત નિવેદનો પણ લીધા

ભાવનગર, તા. 14
ભાવનગરના તળાજાના યુવક રોયલ ચોકડી પર આવેલ પોતાની દુકાને બેઠા હતા.ગત.તા.11/1/20 ના રોજ. એ સમયે વાહનમાં યુનિફોર્મ પહેર્યા વગર આવેલ વ્યક્તિઓએ પોતે એલ.સી.બી પોલીસ ના માણસો છે તેવી ઓળખ આપી પાંચ વર્ષથી ફરાર છો.તેમ કહી ધરપકડ કરી તળાજા પોલીસ ને સોંપેલ.એ ધરપકડ ગેરકાયદેસર હોવાની પીટીશન રાજ્ય માનવ અધિકાર પંચ માં દાખલ કરેલ. જેમાં પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલ.જેને લઈ માનવ અધિકાર આયોગ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા ને સંબધિત પોલીસ કર્મીઓ વિરુદ્ધ પગલાં લેવાનો આદેશ કરેલ હોવાનું જાણવા મળેલછે.
તળાજા નદીના સામાંકાંઠે આવેલ ખોડિયાર સોસાયટી ખાતે રહેતા ઘનશ્યામસીંહ ચંદુભા સરવૈયા એ ગત.તા.27/1/20 ના રોજ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ રજી.એડી પત્ર દ્વારા પીટીશન દાખલ કરેલ. જેમાં ગત.તા 11/1/20 ના રોજ પોતે રોયલ ચોકડી ખાતે આવેલ પોતાની કેબિને બપોર ના સમયે બેઠા હતા.એ સમયે પ્રાઇવેટ વાહન માં આવેલ વ્યક્તિ ઓએ પોતે એલ.સી.બી પોલીસ ની ઓળખ આપેલ.યુનિફોર્મ પહેરેલ ન હોય આથી પીટીશન દાખલ કરનારે પોલીસ નું ઓળખ કાર્ડ માગેલ જે બતાવેલ નહિ.આવેલ વ્યક્તિ ઓએ પાંચ વર્ષથી તળાજા પો.સ્ટે ના ગુના રજી.નં. 184/15 ના કામે ફરાર છો તેમ કહી ધરપકડ કરેલ.તળાજા પોલીસ મથકે લઈ જવામાં આવેલ. ધરપકડ વોરંટ પણ બતાવેલ નહિ.
તળાજા પોલીસ મથકે લઈ જવામાં આવતા તળાજા પોલીસે સીઆરપીસી 41 (1) એ ની નોટિસ આપેલ. ત્યારબાદ બે કલાક જેટલો સમય બેસાડી રાખી કોઈપણ જાતના નેવેદન કે જામની લીધા વગર જવા દીધેલધરપકડ કરનાર પોલીસે પાંચ વર્ષથી ફરાર હોવાનું જણાવેલ. જોકે પાંચ વર્ષ દરમિયાન બે વખત નિવેદન નોંધાવી આવેલ.અનેક વખત કોર્ટ મા જઇ આવેલ.આ સમગ્ર હકીકત દર્શાવી માનવ અધિકાર આયોગ ને પત્રમાં પુરાવાઓ સાથે વર્ણવી હતી.તેમ કહી પીટીશન દાખલ કરનાર ઘનશ્યામસિંહ સરવૈયા એ જણાવ્યું હતુંકે ધરપકડ સમયે સોસીયલ મીડિયા ના માધ્યમથી જિલ્લા પોલીસ વડા ને મસેજ કરી જાણ કરી હતી.તળાજા ના યુવક ની પીટીશન ના પગલે આયોગ દ્વારા ભાવનગર પોલીસ અધિક્ષક ને પોલીસ કર્મચારીઓ પર કાયદેસર પગલાં લેવા આદેશ કરેલ છે. જેમાં માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 ની કલમ 12 હેઠળ ચકાસણી કરીને કલમ -18મુજબ પગલાં લેવા ધરતા હોય દિવસ 20 માં આયોગને કલમ 17 (શ) હેઠળ અહેવાલ આપની સહી થી મોકલવા આદેશ કરેલ છે.


Loading...
Advertisement