બાબરાની ટેલિફોન ખાતાની કચેરીને ધોળે દિવસે તાળા : અરજદારને પરેશાની

14 February 2020 02:44 PM
Amreli
  • બાબરાની ટેલિફોન ખાતાની કચેરીને ધોળે દિવસે તાળા : અરજદારને પરેશાની
  • બાબરાની ટેલિફોન ખાતાની કચેરીને ધોળે દિવસે તાળા : અરજદારને પરેશાની

થોરખાણ ગામની પેટા કચેરીમાં આગ લાગતા તમામ કર્મચારીઓ કામ મુકી છોડી ગયાની ચર્ચા

અમરેલી, તા. 14
બાબરામાં આવેલ બીએસએનએલની કચેરીમાં ચાલું દિવસે તાળા મારી કર્મચારીઓ ગેરહાજર રહેતા ટેલિફોન એકસચેન્જના કામ માટે આવેલ લોકો તેમજ અરજદારોને ધકકો થયો હતો. તેમજ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી હતી. સવારથી સાંજ સુધી કચેરી બંધ રહેતા કોઈ અધિકારી ઘ્વારા કોઈપણ જાતની કાર્યવાહી પણ નહીં કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
ભારત દુર સંચાર સરકારની મહત્વની તાલુકાકક્ષાની ટેલિફોન ઓફિસ ચાલું દિવસે કોઈ કારણોસર બંધ જોવા મળતા કચેરીના કામ સબબ આવેલા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતુ અને તેમજ પોતાની ઓફિસ કે ઘરનો ટેલિફોન ફોલ્ટમાં હોય તે અહીં નોંધવા માટે આવેલા લોકોએ કચેરી કયાં કારણોસર બંધ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવતા કોઈપણ જાતની જાણકારી મળવા પામી ન હતી. અમુક લોકોને જાણવા મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના થોરખાણ ગામમાં બીએસએનએલની પેટા કચેરી ટેલિફોનએકસચેન્જમાં આગ લાગી હોવાથી તમામ કર્મચારીઓ કચેરીને તાળા મારી દોડી ગયા હતા. જો કે આ બાબતની કોઈ અધિકારી ઘ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકારની બીએસએનએલની કચેરીના અણઘડ વહીવટના કારણે ખાનગી મોબાઈલ કંપનીઓને ફાયદો થઈ રહૃાો છે તે રેતી ટેલિફોન એકસચેન્જનો વહીવટ ચાલતો રહે છે. તો બાબરા તાલુકામાં જે થોડા ઘણા ટેલિફોન અને મોબાઈલના ગ્રાહકો છે તે પણ નજીકના દિવસોમાં ખાનગી કંપનીઓનું જોડાણ મેળવી લેશે તેમાં કોઈ શંકા નથી. ત્યારે બાબરાની કચેરી કયાં કારણોસર બંધ રહી છે તેની યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારી વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ લોકો ઘ્વારા કરવામાં આવી હતી.


Loading...
Advertisement