ઊનાના સૈયદ રાજપરા ગામે પેરોલપર આવેલ ફરાર આરોપી ઝડપાયો..

14 February 2020 02:43 PM
Veraval
  • ઊનાના સૈયદ રાજપરા ગામે પેરોલપર આવેલ ફરાર આરોપી ઝડપાયો..

ઊનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ સૈયદ રાજપરા ગામે 2015માં હત્યામાં સંડોવાયેલ અનીલ મહેશભાઇ કામળીયા ઉ.વ.25 રહે. સૈયદ રાજપરા સાત દિવસની પેરોલ રજા પર આવેલ હોય અને ત્યાર બાદ હાજર થયેલ ન હોવા અંગેની જાણ કોર્ટ તેમજ જેલ દ્વારા પોલીસને કરાતા પેરોલ ફ્લો સ્કોર્ડના તેમજ એલસીબી, એસઓજી બ્રાન્ચને જાણ કરાતા આ ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ આદરતા બાબરીયા, એસઓજી સ્ટાફ આઇ વી બાનવા, ભુરાભાઇ, જેડી ગોહીલ, વિપુલભાઇ મોરી સહીત સ્ટાફએ સૈયદ રાજપરા ગામેથી આ 302ના ફરાર આરોપીને ઝડપી પાડેલ છે.


Loading...
Advertisement