જૂનાગઢ કૃષિ યુનિ.માં વિદ્યાર્થીઓને મધમાખી ઉછેરની વ્યાપારિક તાલિમ અપાઇ

14 February 2020 02:42 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢ કૃષિ યુનિ.માં વિદ્યાર્થીઓને  મધમાખી ઉછેરની વ્યાપારિક તાલિમ અપાઇ

સ્વરોજગાર થકી વિદ્યાર્થીઓ કમાણી કરે તેવું આયોજન

જૂનાગઢ તા.14
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢમાં કીટકશાસ્ત્ર વિભાગ ખાતે વર્લ્ડ બેંકના સહયોગથી આઈસીએઆર, ન્યુ દિલ્હી તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર/હોર્ટીકલ્ચરના 35 વિદ્યાર્થીઓ માટે તારીખ 11 થી 15 ફેબ્રુઆરી, 2020 દરમ્યાન Honeybee Farming (Apiculture) for entrepreneurship development વિષય પર પાંચ દિવસીય વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

કુલપતિ ડો. વી. પી. ચોવટીયાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમના ભાગરૂપે અતિથિવ્યાખ્યાનો, જાણીતા અધ્યાપકો, વિષયનિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં યુનિવર્સીટીના સહ સંશોધન નિયામક ડો. પ્રમોદ મોહનોત, કૃષિ મહાવિધાલયના આચાર્ય તથા પ્રોજેક્ટ કો-પી.આઈ. ડો. એમ. એ. વાડોદરિયા, પ્રાધ્યાપક અને વડાશ્રી ડો. એમ. એફ. આચાર્ય, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. ડી. એમ. જેઠવા તથા તેમજ અન્ય વિભાગીય વડાઓ હાજર રહેલા. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બી.એસસી. એગ્રી. અને બી.એસસી. હોર્ટીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને મધમાખીપાલન અંગે વ્યાવસાયિક અને તકનીકી કુશળતા પ્રદાન કરવાનો છે.

આ તાલીમમાં ગુજરાત રાજ્યમાંથી સફળ ઉદ્યમીઓ તેમજ વિષય નિષ્ણાંતો દ્વારા પ્રત્યક્ષ તાલીમ મેળવી વિધાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે. આમ ભાવી પ્રશિક્ષિત યુવાનોને આ મંદીના સમયમાં સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી ઉપક્રમોમાં નોકરી મેળવવાના બદલે સ્વરોજગાર કરવાની પ્રેરણા મળશે.તેવું ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું.


Loading...
Advertisement