સોમનાથ સંસ્કૃત યુનિ.માં કવિ સંમેલન : કવિતાઓનું પઠન કરાયું

14 February 2020 02:36 PM
Veraval
  • સોમનાથ સંસ્કૃત યુનિ.માં કવિ સંમેલન : કવિતાઓનું પઠન કરાયું

ત્રણ દિવસના પરિસંવાદમાં યોજાયો કાર્યક્રમ : લોકો ઉમટી પડયા

વેરાવળ તા.14
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયેલ હતું. આ પરિસંવાદમાં કરવામાં દેશના વિખ્યાત સંસ્કૃત કવિઓએ પોતાની કવિતા દ્વારા સૌને રસાસ્વાદ કરાવ્યો હતો.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ત્રિદિવસીય ભાષ્ય પરંપરા અને જ્ઞાનપ્રવાહ વિષય પર આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદ (સંમેલન) નો સમાપન કાર્યક્રમ યોજાયેલ જેમાં સૌ પ્રથમ પ્રો.દેવેન્દ્રનાથ પાંડેય, અધ્યક્ષ, વેદ-વેદાંગ સંકાય, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા આ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદ (સંમેલન) ના મુખ્ય સંયોજકે કાર્યક્રમની રૂપરેખા સાથે ઉપસ્થિત અગ્રણીઓનો પરિચય આપેલ જયારે ડો.દિપેશ કતિરાએ ત્રણ દિવસ આયોજિત થયેલ આંતરરાષ્ટ્રીય સંમેલનનું વૃત્તકથન રજૂ કરેલ હતું.
આ પરિસંવાદનાં સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, જયપુર પરિસરના પ્રધાનાચાર્ય પ્રો.અર્કનાથ ચૌધરી મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહી જણાવેલ કે, ગુજરાત સરકારે પ્રો.ગોપબંધુ મિશ્રજીને કુલપતિપદ સોંપીને શ્રેષ્ઠ કાર્ય કરેલ છે. જ્ઞાનપ્રવાહ અનંત છે અને ભાષ્ય પરંપરા તેનો અભિન્ન ભાગ છે. ઊઋચઈં5ણમ5ણઋ 7ઋૠ5ૂઉંઋઈપઉં વિષય પર ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન બદલ આવકારી યુનિવર્સિટી પરિવારની પ્રશંસા કરેલ હોવાનું જણાવેલ છે.
હૈડલબર્ગ યુનિવર્સિટી, જર્મનીના ડો. આનંદ મિશ્ર એ જણાવેલ કે, એક વર્ષ અગાઉ માર્ચ, 2019 માં પાંચ દિવસીય વ્યાકરણ કાર્યશાળામાં -ઊઋચઈં5ણમ5ણઋ 7ઋૠ5ૂઉંઋઈપઉં વિષયનું ચયન થયું. નિશ્વિત સમય મર્યાદામાં આવેલ તમામ સંશોધન લેખોની અદર્શનીય સમીક્ષા બાદ જ ચયન થયેલા લેખોની પ્રસ્તુતિ અત્રે થઇ અને જેને કારણે પરિસંવાદ (સંમેલન) ની ગુણવત્તા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જળવાઇ રહી છે.
આ પરિસંવાદનાં સમાપન કાર્યક્રમમાં યુનિ.નાં કુલપતિ પ્રો.ગોપબંધુ મિશ્ર જણાવેલ કે, ભાષ્ય પરંપરામાં પ્રશ્નોનું ખૂબ મહત્ત્વ છે. ભાષ્ય પરંપરા વેદોના જ્ઞાનને અવિરતરૂપે પ્રવાહિત કરે છે. દરેક પ્રશ્નોનો જવાબ આપણા વેદસાહિત્યમાં ઉપલબ્ધ છે. ત્રિદિવસીય પરિસંવાદ થકી ઉદ્દભવતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની દિશા પ્રાપ્ત થઇ તે આ પરિસંવાદનું ફળ છે. આ પરિસંવાદ થકી દરેક સંસ્કૃત પ્રેમીને -ઊઋચઈંઋઉંઋચઈંઉ રૂપી ગ્રંથરૂપે પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો અને સૌ વિદ્વાનો-સંશોધકોને અચૂકપણે શોધપત્રો જમા કરાવવાની હાંકલ કરી હતી. યુનિવર્સિટીના અધ્યાપકગણ, અધિકારીગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીગણના સતત પ્રયત્નો અને સખત મહેનતને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતે સોમનાથ સંસ્કૃેત યુનિવર્સિટીના કુલસચિવ ડો.દશરથ જાદવે સંસ્કૃતમાં આભારવિધી કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement