માંગરોળ તાલુકાના શીલ ગામના ગ્રામજનોએ સુલેહ શાંતિ જાળવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું

14 February 2020 02:35 PM
Junagadh
  • માંગરોળ તાલુકાના શીલ ગામના ગ્રામજનોએ સુલેહ શાંતિ જાળવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું

એક મહિના અગાઉ એટ્રોસીટીની ખોટી ફરિયાદના મામલે

(વિનુભાઇ મેસવાણીયા)
માંગરોળ તા.14
માંગરોળ તાબેના શીલ ગામના ગ્રામજનોએ ગામમાં સુલેહ શાંતિ જાળવવા મામલતદાર તથા ડી વાય એસ પી માંગરોળને આવેદનપત્ર આપ્યું અને ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર ની નકલો મોકલી.
માંગરોળ તાલુકાના શીલ ગામે એક મહિના અગાઉ આગેવાનો ઉપર એસ્ટ્રોસીટીની બહાર ગામના અમુક લોકો દ્વારા સ્થાનિક લોકોને ઉશ્કેરી ખોટી ફરિયાદ કરાવેલ જેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યુંથોડા સમય પહેલા આ બનાવના વિરોધમાં એક દિવસ માટે શીલ ગામેં જડબેસલાક બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો હાલ શીલ ગામમાં સમગ્ર સમાજ એક થઈ ને રહેછે અને વર્ષોથી રહેતા પણ હતા ત્યારે બહારથી માથાભારે તત્વો આવી શીલ ગામનું વાતાવરણ બગાડવાની કોશિશ કરે છે તે સ્થાનિક લોકોને ઉશ્કેરણી જનક અપશબ્દો બોલી સમગ્ર ગામનું વાતાવરણ ડહોળે છે અને શીલ ગામની શાંતિ ડહોળવામા આ બન્ને શખ્સો છે તેમાં પોરબંદરના પરબતભાઈ મંગાભાઈ મકવાણા અને ભુપતભાઈ સીદીભાઈ રાઠોડ તે તાલાળા ના પાત્રા ગામના રહેવાસી છે તેવું સ્થાનિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે શીલ ગામમાં સુલે શાંતિ જળવાઈ રહે તેમાટે આજે સમગ્ર સમાજ દ્વારા આઈ જી સાહેબ ને અનુસંધીને માંગરોળ મામલતદાર અને ડી.વાય.એસ.પી. માંગરોળ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે બહાર ગામથી આવી આ બંને શખ્સો શીલ ગામની સમગ્ર જનતાની લાગણી દુભાવી એનકેન પ્રકારે સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરતા હોવાનું જણાવ્યું છે. આ બંને માથા ભારે શખ્સો શીલ ગામની શાંતિ પ્રિય પ્રજા અને સમગ્ર સમાજનાં લોકોને હેરાન ના કરે અને આવા લેભાગુ બન્ને વ્યક્તિ સામે પોલીસ દ્વારા કડક ખાતાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવેલ.


Loading...
Advertisement