વેરાવળમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી ઝડપાતા ત્રણ દિવસ રીમાન્ડમાં

14 February 2020 02:31 PM
Veraval
  • વેરાવળમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી ઝડપાતા ત્રણ દિવસ રીમાન્ડમાં

માતા પાસે લઇ જવાનું કહી બાળકીને શિકાર બનાવી હતી

વેરાવળ તા.14
વેરાવળમાં સાત વર્ષની માસુમ બાળા પર દુષ્કતર્મ આચરનાર નરાઘામ યુવાનની પોલીસે સીસીટીવી ફુટેજના આઘારે ગણતરીના કલાકોમાં ઘરપકડ કરી હતી. આ આરોપીને રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ ઉપર સોપેલ છે. દુષ્કેર્મ આચરનાર નરાઘામ બનાવ સ્થહળની કોલોનીમાં જ રહેતો હોવાનું બહાર આવતા તે વિસ્તાતર સહિત શહેરભરમાં તેના પર ફીટકાર વર્ષી રહયો છે.
વેરાવળ શહેરમાં મંગળવારે રાત્રીના દસેક વાગ્યાા આસપાસ સોમનાથ ટોકીઝ વિસ્તા રમાં આવેલ ચોર્યાસી બ્લોક કોલોનીના ફળીયામાં સાત વર્ષની બાળા અન્ય બાળકો સાથે રમી રહેલ ત્યારે એક અજાણ્યો્ યુવક ત્યા્ં આવી બાળાને તેની માતા પાસે લઇ જવાનું કહી બાજુની બિલ્ડીંગની અગાસીના ભાગે લઇ જઇ થપ્પડ મારી અગાસી પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે બાળાની માતાએ અજાણ્યાથ યુવક સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંઘી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ઘરી હતી.
આ ઘૃણાસ્પ દ બનાવની જાણ થતા જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ બનાવ સ્થઘળની મુલાકાત લઇ અજાણ્યાવ આરોપીને તાત્કાવલીક પકડી પાડવા માર્ગદર્શન આપી આદેશ કરેલ જેના પગલે સીટી પી.આઇ. વાઘેલા, ડી.સ્ટાડફ ના પી.એસ.આઇ. બી.એન.મોઢવાડીયા, પટેલ તથા સ્ટા ફના હિતેશભાઇ વાળા, નટુભા બસીયા, સુનીલભાઇ સોલંકી સહિતનાની જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ઘરતા સીસીટીવી ફુટેજમાં શંકાસ્પાદ યુવાન નજરે આવેલ જેના આઘારે પોલીસે સ્ટાટફે આરોપી અબ્દુફલગની ફારૂક કુકસવાડીયા ઉ.વ.19 ની બુધવારે મોડી રાત્રીના સોમનાથ ટોકીઝ વિસ્તારરમાંથી ઘરપકડ કરી હતી. આ નરાઘમ આરોપી અબ્દુ લગનીને સાત દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.


Loading...
Advertisement