હોળીના આગમનના એંધાણ; સોમનાથ પંથકમાં કેશુડાના વૃક્ષો પર ફુલો લહેરાયા

14 February 2020 02:30 PM
Veraval
  • હોળીના આગમનના એંધાણ; સોમનાથ પંથકમાં કેશુડાના વૃક્ષો પર ફુલો લહેરાયા

પ્રભાસપાટણ તા.14
ઋતુરાજ વસંતના આગમનની સાથે જ સોળે શણગાર સજીને નવ પલ્લવિત ઝાડ ઉપર ખીલેલા કેસુડાના ફુલો સીમ વગડાની શોભા વધારી રહેલ છે.
અદભૂત સૌદર્ય ધરાવતા કેસુડા હોળીના રંગોમાં શિરમાર છે. તો આયુર્વેદની દ્દષ્ટિએ પણ તે ગુણકારી છે તો ધાર્મિક દ્દષ્ટિએ કેસુડા મિશ્રીત પાણીથી કેટલાક દેવ મંદિરોમાં ભગવાનને સ્નાન કરાવાય છે. થોડા વર્ષો પહેલા જયારે કૃતિમ રંગો ન હતા ત્યારે લોકો કેસુડાના રંગ બનાવી હોળી ધૂળેટી રમતા હતા અને કેસુડાના રંગોથી ચામડીના અનેક રોગોમાં ફાયદો થાય છે.
(તસ્વીર: દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)


Loading...
Advertisement