ધોરાજીમાં મકાનમાં ગેરકાયદે ઘુસી યુવતીને બાવડુ પકડી ફડાકો ઝીંકી દેતો શખ્સ

14 February 2020 02:28 PM
Dhoraji
  • ધોરાજીમાં મકાનમાં ગેરકાયદે ઘુસી યુવતીને બાવડુ પકડી ફડાકો ઝીંકી દેતો શખ્સ

ફરિયાદ થતા આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કરતી પોલીસ

ધોરાજી તા.14
ધોરાજીમાં બ્લુસ્ટાર સીનેમા વિસ્તારમાં બોદુ સુલેમાન મલેક નામના શખ્સે ગેરકાયદે રીતે મકાનમાં ઘુસી યુવતીને બાવડુ પકડી લાફો ઝીંકી દીધાની ઘટના બની છે. આ ઘટનામાં આરોપીને દબોચી લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં ધોરાજીમાં બ્લુસ્ટાર સીનેમા પાસે રહેતી ફરીયાદી યુવતીએ ધોરાજી પોલીસમાં ફરીયાદ આપેલ છે જેમાં જણાવેલ છે કે આરોપી બોદુ સુલેમાન મલેક ફરીયાદી પોતાના ઘરે સુતા હતા ત્યારે બારણા અંદર હાથ નાખીને દરવાજો ખોલી બીન કાયદેસર ઘરમાં પ્રવેશ કરી યુવતીને બાવડુ પકડીને લાફો ઝીંકી દીધો હતો.
આ અંગેની ધોરાજી પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઈપીસી કલમ 354/એ, 323,447 મુજબનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ હતા. આ બનાવ અંગે પીએસઆઈ વસાવા તપાસ ચલાવી રહેલ છે.


Loading...
Advertisement