જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને પ્રોસેસીંગ મંડળીની ચૂંટણીમાં જયેશભાઈ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ

14 February 2020 02:25 PM
Dhoraji
  • જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને પ્રોસેસીંગ મંડળીની ચૂંટણીમાં જયેશભાઈ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ

સહકારી ક્ષેત્રમાં રાદડીયા પરિવારનો દબદબો યથાવત

ધોરાજી તા.14
જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી. અને જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે.મંડળીની જાહેર થયેલ ચૂંટણીમાં જયેશભાઈ રાદડીયાની પેનલ બિનહરીફ થયેલ છે. આ ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાએ પોતે ડિરેકટર પદે બિનહરીફ થયેલ છે.
જામકંડોરણા અને રાજકોટ જીલ્લામાં સ્વ. વિઠલભાઈ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં હંમેશા દબદબો રહેલ છે. જેમના પગલે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ સહકારી ક્ષેત્રનું આગવું સુકાન લઈ પોતાની આગવી સુજમુજના કારણે સહકારી આગેવાનોએ જયેશભાઈ રાદડિયાની પેનલને ટેકો આપી બિનહરીફ જાહેર થતા સહકારી આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી છે.જામકંડોરણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના બિનહરીફ થયેલ સભ્યોમાં (1) જયેશભાઈ વિઠલભાઈ રાદડિયા, (2) ગોબરભાઈ જીવરાજભાઈ બોદર, (3) વૃજલાલ કરશનભાઈ સતાસીયા, (4) ચીમનભાઈ ખીમજીભાઈ પાનસુરીયા, (5) અનિરૂધ્ધસિંહ મજબુતસિંહ જાડેજા (6) લીલાધરભાઈ લવજીભાઈ ભંડેરી (7) વિજયદાન નવલદાન માવલ, (8) ધીરજલાલ રતિલાલ હાંસલીયા, (9) મનસુખભાઈ બાબુભાઈ પાંચાણી (1) જયંતિલાલ મોહનભાઈ પાનસુરીયા (11) શામજીભાઈ મેપાભાઈ દેસાઈ (12) જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કથીરીયા (13) કિરીટસિંહ અભેસંગ જાડેજા, (14) હંસરાજભાઈ નારણભાઈ પોશીયા (15) કમલેશભાઈ છગનભાઈ સોજીત્રા, (16) મોહનભાઈ હરજીભાઈ કથીરીયા (17) ઘુસાભાઈ રાઘવભાઈ દુધાત્રાનો સમાવેશ થાય છે. જયારે જામકંડોરણા તાલુકા સહકારી પ્રોસે. અને માર્કે.મં.લી. બિનહરીફ થયેલ સભ્યોમાં (1) મણીભાઈ વિરાભાઈ બાલધા (2) કાળુભાઈ દાનુભાઈ જાડેજા, (3) બળવંતસંગ રતનસંગ જાડેજા, (4) મનસુખભાઈ ટપુભાઈ વરસાણી (5) લલીતભાઈ વલ્લભભાઈ બાબરીયા (6) રમણીકભાઈ આણંદભાઈ પોંકીયા (7) ધીરજભાઈ ભવાનભાઈ રામોલીયા, (8) ડુંગરભાઈ જીવાભાઈ અકબરીયા, (9) રમેશભાઈ ગાંડુભાઈ રાબડીયા, (10) ગોવિંદભાઈ ભાદાભાઈ અંટાળા, (11) નિલેશભાઈ કાનજીભાઈ બાલધાનો સમાવેશ થાય છે.


Loading...
Advertisement