ભાવનગરમાં દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો

14 February 2020 02:23 PM
Bhavnagar
  • ભાવનગરમાં દેશી બનાવટના તમંચા સાથે શખ્સ ઝડપાયો

(વિપુલ હિરાણી) ભાવનગર તા.14
ભાવનગર જિલ્લામાં કેટલાક ઇસમો ગેરકાયદેર ફાયર આર્મ્સ રાખતા હોવા અંગેની હકિકત પોલીસ અધિક્ષકને ઘ્યાને આવતા આવા ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા ભાવનગર જિલ્લા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે સિદસર રોડ દાદાની વાડી પાસેથી આરોપી હિંમતભાઇ ઉર્ફે ખત્રી જોધાભાઇ ચુડાસમા (ઉ.વ.26) (રહે.હાલ સુરત કતાર ગામ ઘનમોરાની બાજુમાં મૂળ ગામ માતલપર તા.જેસર, જી.ભાવનગરવાળા)ને એક દેશી બનાવટના સિંગલ બેરલના 12 બોરના તમંચા (કટ્ટા) સાથે ઝડપી પાડવામાં આવેલ હતા અને આરોપી વિરૂઘ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે એસઓજીના દિલીપભાઇ ખાચરે ગુનો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ ઉલવા ચલાવી રહ્યા છે.
આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર તથા મનદીપસિંહ ગોહિલ જોડાયા હતા.


Loading...
Advertisement