જુનાગઢ ઉપરકોટ વિસ્તારમાં પોલીસનાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગનો પ્રારંભ

14 February 2020 01:18 PM
Junagadh Saurashtra
  • જુનાગઢ ઉપરકોટ વિસ્તારમાં પોલીસનાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગનો પ્રારંભ

જુનાગઢ, તા. 14
જૂનાગઢ ઉપરકોટ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરનારાની ખૈર નથીપોલીસ ચોકી ફરી કાર્યરત કરવામાં આવી રાઉન્ડધ ક્લોક પોલીસ કરશે પેટ્રોલિંગ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા જૂનાગઢ : શહેર ખાતે ઉપરકોટમાં પ્રવાસીઓ બહોળા પ્રમાણમાં આવતા હોય ત્યારે ઉપરકોટ વિસ્તારમાં આવારા તથા અસામાજીક તત્વો દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાની જેમાં અવાર નવાર છેડતીના બનાવો બનતા હોવાની રજૂઆતો મળેલ હોય. જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ જાહેરાત કરવામાં આવી કે ઉપરકોટ ચાલુ હોય તે દરમિયાન ઉપરકોટ પોલીસ ચોકી ખાતે સવારના 8:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી પોલીસ સ્ટાફ સતત કાર્યરત રહેશે.

તેમજ ઉપરકોટની અંદરનો વિસ્તાર મોટો હોય જેથી પોલીસ સ્ટાફ દ્વારા મોટરસાયકલ તેમજ એકટીવા લઈને બે મહિલા પોલીસ તથા બે પુરુષ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી, ઉપરકોટમાં કોઈપણ આવારા-અસામાજીક તત્વો મળી આવ્યે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ઉપરકોટ ખાતે યાત્રીકોને કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈપણ પ્રકારની મદદની આવશ્યકતા જણાયે પોલીસ દ્વારા હેલ્પલાઇનનં. 95122 11100 ચાલુ કરવામાં આવ્યો છે. જે 24 કલાક જુનાગઢ કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત રહેશે.

જેથી ઉપરકોટ ખાતે કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાનમાં આવે તો જાહેર જનતા- પ્રવાસીઓ તાત્કાલિક પોલીસને જાણ કરી શકશે આવા તત્વોના ફોટોગ્રાફ્સ, વિડીયો મોકલી શકશે. જુનાગઢ પોલીસ લોકો માટે કાયમી સહાયતા તેમજ સદૈવ તત્પર છે ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ જણાઈ આવ્યે ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપરનો હેલ્પલાઇન તરીકે ઉપયોગ કરવા તમામે નોંધ લેવી.


Loading...
Advertisement