મોરબીના લાલપર નજીક બે બાઇક અથડાતાં બે યુવાનોને રાજકોટ સારવારમાં ખસેડાયા

14 February 2020 01:17 PM
Morbi
  • મોરબીના લાલપર નજીક બે બાઇક અથડાતાં બે યુવાનોને રાજકોટ સારવારમાં ખસેડાયા

(જીગ્નેશ ભટ્ટ) મેારબી તા.14
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ સોમાણી સીરામીકની ઓફીસ સામે ગઇકાલના મોડી રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં બે બાઇક સામસામે ટકરાયાં હતા જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મનોજકુમાર રામરતન બીશ્નેાઇ (ઉમર 25) રહે.જાંજરૂ બિકાનેર(રાજસ્થાન) અને રવિન્દ્ર ચંદ્રેશભાઇ વર્મા (ઉંમર 22) રહે.આશર એપાર્ટમેન્ટ લાલપર તા.જી. મોરબીને ઇજાઓ થવાથી બંનેને અહીંની સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં બંનેને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર ઇજાઓ જણાતા રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. ઉપરોક્ત બનાવવાની મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત
મોરબી નજીક જામનગર જીલ્લામાં આવેલ દામદુધઇ ગામના રહેવાસી કમલેશભાઈ વાઘેલા (ઉંમર 34) નામનો યુવાન મેારાણા ગામના પાટિયા પાસેથી જઈ રહ્યો હતો ત્યારે બોલેરો સાથે તેનો અકસ્માત થતા ઇજાઓ થવાથી તેને સારવારમાં મોરબી ખસેડાયો હતો જ્યારે માળીયા હાઈવે ઉપર માળીયા મિં. થી આગળ સૂરજબારી નજીક પગપાળા જઇ રહેલ ઉમેદઅલી કાદરભાઈ સમા નામના 13 વર્ષના બાળકને બાઈક ચાલકે હડફેટે લેતા તેને પણ સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.

મહીલા સારવારમાં
મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટીમાં રહેતા મેમુનાબેન હાસમભાઇ પીલુડીયા નામના 40 વર્ષના મહિલા સોસાયટીના નાકા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ખૂંટ્યા(રજડતા ઢેાર) એ તેમને હડફેટ લેતા મેમુનાબેનને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે સનતાનપર રોડ પાસેથી પગપાળા જઇ રહેલ ક્રિષ્નાદેવી નિશાકાંતભાઈ (ઉમર 30) રહે.ટેાકો સિરામિકના લેબર કવાટરમાં સરતાનપર રોડને કોઈ વાહનવાળાએ હડફેટ લેતા ક્રિષ્નાદેવીને પણ સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા
મોરબી નવલખી રેાડ રણછોડનગરમાં રહેતા સેામા ચકુભાઈ ચાવડા (ઉંમર 22) ને ગઈકાલે રેલ્વે સ્ટેશન પાસેના સૂરજબાગ નજીક મારામારીમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ સૈામૈયા સોસાયટીમાં રહેતા લેખરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ નામના 29 વર્ષના યુવાને કોઈ કારણોસર નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર પાસે ટાઇલ્સ ક્લીનર પી લેતા તેને સારવારમાં મંગલમ હોસ્પિટલે લઇ જવાયો હતો.તો થાન નજીકના વીજડિયા ગામે રહેતા દિપક બાબુભાઇ આટેાડીયા નામના 20 વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પણ સારવારમાં અહીં ખસેડાયો હોવાનું પોલીસે જણાવીને તપાસ શરૂ કરી છે.

દારૂ-વરલી જુગાર
મોરબી પંથકમાં ભારે મોટી માત્રામાં દેશી દારૂનું વેચાણ થતુ હોય છેક સુરેન્દ્રનગરના થાનના નળખંભા ગામેથી મોરબીના ઘુંટું ગામે તળાવની પાળે દેશી દારૂનું વેચાણ કરવા આવેલ મુન્ના વેરશી પનારા કેાળી (ઉમર 20) રહે.નળખંભાની મેારબી તાલુકા પોલીસે 50 લીટર દેશી દારૂ સાથે અટકાયત કરી હતી જ્યારે માળીયા મીંયાણા પોલીસે માળીયા મેઇન બજાર એસબીઆઇ બેંક પાસે જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લખતા રસુલ દાદા મેાવર (ઉમર 22) રહે.માળીયા મેાવરવાસની રોકડા રૂા. 590 તથા પેન અને ડાયરી સાથે ધરપકજ કરીને તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે


Loading...
Advertisement