મોરબીમાં કતલખાને ધકેલાતા બે બળદ સાથે ભરવાડ શખ્સ ઝડપાયો : એકની શોધખોળ

14 February 2020 01:09 PM
Morbi
  • મોરબીમાં કતલખાને ધકેલાતા બે બળદ સાથે  ભરવાડ શખ્સ ઝડપાયો : એકની શોધખોળ

ખરાબામાંથી પાણી ભરવાના ડખ્ખામાં મારામારી : પાંચ શખ્સો સામે ફરિયાદ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.14
મોેરબી શિવસેના અને ગૌરક્ષકોને મળેલ બાતમી આધારે તેઓએ રવાપર-ધુનડા રોડ પાસેથી એક બોલેરો પીકપ પકડી પાડી હતી જેમાં ક્રુરતાપુર્વક બાંધેલા બે બળદોને ભરીને કતલખાને ધકેલવાના ઇરાદે લઇ જવાતા હોય તેથી એક ભરવાડ યુવાનને પકડીને પોલીસ હવાલે કરે છે જ્યારે એકની શોધખોળ શરૂ કરેલ છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી શિવસેનાના કમલેશ બોરીચા તેમજ અન્ય ગૌરક્ષકોને મળેલ બાતમી આધારે તેઓએ શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર માધવ ગૌશાળા પાસેથી પસાર થઇ રહેલ બેાલેરેા પીકઅપને અટકાવ્યું હતું અને તેમાં ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને ધકેલવાના ઇરાદે લઇ જવાતા બે બળદ મળી આવ્યા હતા.જેથી કમલેશ બોરીચાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે કમલેશ ઘોઘા ટોયટા ભરવાડ (ઉમર 22) રહે.રાજ પીપળીયા તા.વાંકાનેર તેમજ અજય સરાણીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસે હાલ રૂપિયા બે લાખની બોલેરો તેમજ રૂપિયા દશ હજારની કિંમતના બે બળદ જપ્ત કરીને બંને વિરૂધ્ધ પશુઅતિક્રમણ ધારા હેઠળ ગુનેા નેાંધીને કમલેશ ભરવાડની અટકાયત કરેલ છે અને અજય સરાણીયાની શોધખોળ શરૂ કરેલ છે.બીટ જમાદાર નાગભાઈ ઇશરાણી તપાસ ચલાવી રહ્યા છે.
મારામારી
વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ નજીક ખરાબામાં ભરાયેલા પાણી ભરવા બાબતે મારામારી થઇ હતી જેમાં ફરિયાદ નોંધાવા પામી છે.ભેાગ બનનાર ચંદુભાઈ હનુભાઈ વિંજવાડિયા કોળી (ઉંમર 24) રહે.સરતાનપર તા.વાંકાનેર(મોરબી) એ સરતાનરર ગામના જ કિશન રાજા રબારી, રમેશ રાજા રબારી, જીવણ કમા રબારી,મૈયા રમેશ રબારી અને કાળું રમેશ રબારી વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે તેઓ તથા સાહેદ પાણીનું ટેન્કર લઈને ઉપરોક્ત જગ્યાએ ખરાબાની ખાણમાં ભરાયેલું પાણી ટેન્કરમાં ભરી રહ્યા હતા ત્યારે "આ જગ્યા અમારી માલિકીની છે" (ખરાબાની જગ્યાની માલીકી...!) અહીંથી કેમ પાણી ભરો છો..? તેમ કહીને માથાકૂટ કર્યા બાદ ઉપરોક્ત પાંચેયએ એકસંપ કરીને સાહેદને લાકડી વડે માર માર્યો હતો જેથી ફ્રેકચર જેવી ઇજા થઇ હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.સી.રામાનુજે આગળની તપાસ શરૂ કરી છે.


Loading...
Advertisement