મોરબીમાં "વેલેન્ટાઇન ડે” માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવાયો

14 February 2020 01:08 PM
Morbi
  • મોરબીમાં "વેલેન્ટાઇન ડે” માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવાયો

આજે 14 ફેબ્રુઆરી "વેલેન્ટાઈન ડે" એટલે પ્રેમની અભિવ્યકિતનો દિવસ.પ્રેમ એટલે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનેા જ પ્રેમ નહીં પરંતુ જીવનમાં આવતા અનેક સંબંધો વચ્ચે જોડાયેલ લાગણી પણ એક પ્રેમ છે અને આવા જ પ્રેમને બાળકો નાનપણથી જ સમજે અને ખોટા રસ્તે જતા અટકે તે માટે મેારબીની સાર્થક વિદ્યાલય દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસને "માતૃ-પિતૃ પૂજન” દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરી દરેક બાળકોને તેના માતા-પિતાનું પૂજન કરવા જણાવેલ હતું જેથી શાળાના દરેક બાળકોની જેમ મેારબી સાંજ સમાચારના રીપેાર્ટર જીગ્નેશ ભટ્ટની દીકરીએા ક્રિષ્ના અને હેત્વીએ પણ માતા-પિતાનું પુજન કર્યું હતુ. જો દરેક શાળાઓ આ પ્રકારે બાળકોને નાનપણથી જ આપણી સાચી સંસ્કૃતી તરફ વાળતા રહેશે તો આગામી દિવસોમાં ચોક્કસ બાળકોમાં સંસ્કારોનું સિંચન થશે તેના બે મત નથી.


Loading...
Advertisement