મોરબીમાં વિકલાંગ સાળી સાથે દુષ્કર્મ આચરનારો બનેવી રીમાન્ડ હેઠળ

14 February 2020 01:07 PM
Morbi
  • મોરબીમાં વિકલાંગ સાળી સાથે દુષ્કર્મ આચરનારો બનેવી રીમાન્ડ હેઠળ

રફાળેશ્ર્વરના શખ્સની ધરપકડ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.14
મોરબી તાલુકાના એક ગામમાં બનેવીએ વિકલાંગ સાળીની શારરિક અક્ષમતાનો ગેર લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ભોગ બનેલ યુવતીની બહેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી તેના એક દિવસના રિમાન્ડ પર લીધો છે.
મોરબી તાલુકાના એક ગામમાં આ કિસ્સો સામે આવ્યો છે જેમાં શારરિક અને માનસિક વિકલાંગ યુવતીને તેના જ કૌટુંબિક બનેવીએ હવસનો શિકાર બનાવેલ છે જેથી ભોગ બનેલ યુવતીની બહેનની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી. શારરિક અને માનસિક વિકલાંગ યુવતી તેના ઘરે એકલી હતી ત્યારે તેના બનેવી દ્વારા તેની એકલતાનો લાભ લઇ વિકલાંગ સાળી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. સાળી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથેક ફરિયાદ નોંધાવવામાં આવતાની સાથે જ પોલીસે આરોપી લાભૂભાઈ ઈશાભાઈ ગોહિલ રહે મૂળ ગોંડલ અને હાલ મચ્છોનગર, રફાળેશ્વર મોરબીની ધરપકડ કરી હતી.આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.


Loading...
Advertisement