નવી અભિનેત્રીને લોન્ચ કરવા જઇ રહ્યો છે સલમાન ખાન : લેરિસા બોન્સી

14 February 2020 12:57 PM
Entertainment
  • નવી અભિનેત્રીને લોન્ચ કરવા જઇ રહ્યો છે સલમાન ખાન : લેરિસા બોન્સી

મુંબઈ,તા. 14
બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અત્યાર સુધીમાં અનેક લોકોને ઇન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરી ચૂક્યો છે. હવે આ વર્ષે તે બ્રાઝિલિયન એક્ટ્રેસ અને મોડલ લેરિસા બોન્સીને એકટ્રેસ તરીકે લોન્ચ કરશે. કોણ લેરિસા, જેના વિશે આજે તમને જણાવીશું. લેરિસા બોન્સીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું મેં બોલિવૂડના જાણીતા એકટ્રેસ સલમાન ખાન સાથે કામ કરીને ગર્વ અને ખુશી અનુભવી રહી છું. મને તેમના કામ અને ચરિત્રથી ઘણું શીખવા મળ્યું અને હું તેમના કામથી પ્રભાવિત છું. હું મારી જાતને નસીબદાર માની રહું છું. આભાર. આ સાથે તેણે સલમાન ખાન સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. હાલમાં તે સ્પષ્ટ નથી કે લેરિસાને કઇ ફિલ્મથી સલમાન ખાન લોન્ચ કરશે. લેરિસા બ્રાઝિલિયન મોડલ અને ડાન્સર છે.
આ પહેલા તે અક્ષયકુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ દેશી બોય્ઝના બ્લોકબસ્ટર સોંગ સુબહ હોને ન દેમાં જોવા મળી હતી. જ્યાંથી તેણે બોલીવૂડ કરિયરની શરુઆત કરી હતી.


Loading...
Advertisement