માઇકલ ક્લાર્કને ડિવોર્સ 285 કરોડ રૂપિયામાં પડયા

14 February 2020 12:56 PM
Off-beat World
  • માઇકલ ક્લાર્કને ડિવોર્સ 285 કરોડ રૂપિયામાં પડયા

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક અને પત્ની કાયલીએ પોતાના સાત વર્ષના લગ્નસંબંધને પૂર્ણવિરામ આપી ડિવોર્સ લીધા છે. આ ડિવોર્સ 40 મિલયન ડોલર (અંદાજે 285 કરોડ રુપિયામાં) થયા છે. આ દંપતીનાં મે 2012માં લગ્ન થયાં હતાં.અને તેમને ચાર વર્ષની કેલેસી નામની પુત્રી પણ છે.
દંપતીએ સાથે મળીને સ્ટેટમેન્ટ આપ્યું હતું.અને કહ્યું હતું કે કેટલાક સમય અલગ રહ્યા બાદ અમે છૂટા થવાનો આ અઘરો નિર્ણય લીધો છે. અમને એકબીજા પ્રત્ય માન છે અને આ નિર્ણય અમારા બન્નેનો છે. જો કે અમે બન્ને સાથે મળીને અમારી બાળકીનું કો-પેરેન્ટીંગ કરીશું.પ્રાપ્ત માહિતી મુજબ ક્લાર્ક અને તેની પત્ની વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી તણાવ હતો અને તેઓ સાથે નહોતા રહેતાં. આ છૂટાછેડા બાદ ક્લાર્ક વીકલોઝની પ્રોપર્ટી છોડી જતો રહેશે. અને કાયલી એ પ્રોપર્ટીમાં પોતાની દીકરી સાથે રહેશે.


Loading...
Advertisement