પ્રાણની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રધ્ધાસુમન અર્પિત કરતા અમિતાભ બચ્ચન

14 February 2020 12:54 PM
Entertainment India
  • પ્રાણની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રધ્ધાસુમન અર્પિત કરતા અમિતાભ બચ્ચન

નવી દિલ્હી : પ્રાણની ગઇકાલે 100મી બર્થ એનિવર્સરી નિમિત્તે તેમને અમિતાભ બચ્ચને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. આ બન્નેએ અનેક ફિલ્મો જેમ કે મજબૂર, ડોન, ઝજીર, અમર અકબર એન્થની નાસ્તિકમાં સાથે કામ કર્યું હતું.

પ્રાણને 2001માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હર્તાંં. 2013ની 12 જુલાઈએ તેમણે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાણને યાદ કરતાં ટવીટર પર અમિતાભ બચ્ચને ટવીટ કર્યું હતું કે પ્રાણસાહેબની 100મી બર્થ ડે એનિવર્સરી નિમિત્તે યાદ કરું છું. તેમની વ્યવહારદક્ષ છબી, ગરિમાપૂર્ણ હાજરી. તેમનું આચરણ ખૂબ શાંત, અનુશાસિત હતું. તેઓ નરમ દિલના કલીંગ હતા.નરમાશથી બોલનારા, રિઝર્વ્ડ, ઉર્દુુનું જ્ઞાન ધરાવનારા અને સાથે જ પ્રાણ જેવી નમ્ર વ્યક્તિિ માટે સૌ કોઇ સમાન લાગણી ધરાવતા હતા. આ બધી વિશેષતાઓ તેમનામાં હોવા છતાં પણ તેમણે એમાંના કોઇ રોલ સ્ક્રીન પર કદી ભજવ્યા નહોતા. નેગેટિવ વિલન,આવી હતી તેમની અભિનય ક્ષમતા. એક્ટિંગમાં તેઓ અદૄભૂત હતાં.


Loading...
Advertisement