પહેલી ટી-20માં સાઉથ આફ્રિકાની એક રનથી રોમાંચક જીત

14 February 2020 12:52 PM
India Sports
  • પહેલી ટી-20માં સાઉથ આફ્રિકાની એક રનથી રોમાંચક જીત

સાઉથ આફ્રિકા 8 વિકેટે 177 : ઇંગ્લેન્ડ 9 વિકેટે 176

ઇસ્ટલંડન : િઇંગ્લેન્ડસામેની પહેલી ટી-20માં સાઉથ આફ્રિકાએ એક રનથી રોમાંચક જીત હાંસલ કરી છે. લુન્ગી નગીડીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડે પહેલાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને સાઉથ આફ્રિકાિએ 20 ઓવરમાં 8વિકેટે 177રન બનાવ્યા હતાં.પહેલી વિકેટ માટે સાઉથ આફ્રિકાએિ 48 રનની ઓપની પાર્ટનરશીપ કરી હતી. ટેમ્બા બવુમા 43 રને, જ્યારે ક્વિન્ટનિ ડી કોક 31 અને રેસ વાન ડેર ડુસન 31 રને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ વતી ક્રિસ જોર્ડને બે વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયે સૌથી વધારે 38 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 70 રન બનાવ્યા હતાં. જેસન ઉપરાંત એકમાત્ર કેપ્ટન ઓઇન મોર્ગને બાવન રન કર્યાં હતાં. મિડલ ઓર્ડરથી માંડીને લોઅર ઓર્ડરના પ્લેયરો સીંગલ ફિગરમાંં આઉટ થયા હતાં. તેઓ ફક્ત એક રનથી સાઉથ આફ્રિકા સામે હારી ગયા હતાં. સાઉથ આફ્રિકાનાં લુન્ગી નગીડીએ ચાર ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હોવાથી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.


ટી20માં સૌથી વધુ વિકેટ ટેકર સાઉથ આફ્રિકન પ્લેયર બન્યો ડેલ સ્ટેન
ઇંગ્લેન્ડ સામેની ટી20માં ગઇકાલે સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને એકમાત્ર વિકેટ લીધી હતી. જો કે આ વિકેટ લેવાની સાથે તે આફ્રિકન પ્લેયરમાં ટી20માં સૌથી વધુ વિકેટ લેનારો બન્યો છે. ડેલે ટી20માં અત્યાર સુધી સૌથી વધુ 62 વિકેટ લીધી છે. ઇમરાન તાહીર 61 સાથે બીજા ક્રમે છે. મોર્ન મોર્કલ અને પાર્નેલ અનુક્રમે 46 અને 41 વિકેટ સાથે ત્રીજા અનેિ ચોથા ક્રમે છે.


Loading...
Advertisement