ઝાડુ વર્ષના કોઇપણ દિવસે સીધું ઉભું રહી શકે ? નાસા શું કહે છે ?

14 February 2020 12:50 PM
Crime Off-beat World
  • ઝાડુ વર્ષના કોઇપણ દિવસે સીધું ઉભું રહી શકે ? નાસા શું કહે છે ?

ટિવટર પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં ઝાડુને સીધું ઉભું રાખવામાં આવ્યું છે એવો દાવો કરવામાં આવ્યો છે કે નાસાએ કહ્યું છે કે 10 ફેબ્રુઆરી વર્ષનો એકમાત્ર દિવસ છે જ્યારે ગુરુત્વાકર્ષણના ખેંચાણને લીધે ઝાડુ સીધું ઉભું રહી શકે છે.

આ વીડિયોને 80 લાખ કરતાં વધુ વખત જોવાયો હતો. આ વીડિયો સાથે જ સોશ્યલ મીડિયા પર એક ચેલેન્જ પણ વાઇરલ થઇ છે. આ બાબતે પ્રશ્ર્નોની ઝડી વરસતાં છેવટે નાસાએ સ્પષ્ટતા કરવી પડી છે. નાસાએ એની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે માત્ર 10 ફેબ્રુઆરીએ જ નહીં પરંતુ વર્ષના કોઇ પણ દિવસે ઝાડુ સીધું ઉભું રહી શકે છે. આ ભૌતિકશાસ્ત્રનો એક સિધ્ધાંત છે જે માત્ર 10 ફેબ્રુઆરી જ નહીં, કાયમ કામ કરે છે. જો ઝાડુના નીચેના હિસ્સાને ટ્રાઈપોડની જેમ રાખવામાં આવે તો વર્ષના કોઇપણ દિવસે ઝાડુ સીધું ઉભું રહી શકે છે.


Loading...
Advertisement