વિશ્વની અજાયબી સમું ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...

14 February 2020 12:41 PM
India
  • વિશ્વની અજાયબી સમું  ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...
  • વિશ્વની અજાયબી સમું  ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...
  • વિશ્વની અજાયબી સમું  ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...
  • વિશ્વની અજાયબી સમું  ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...
  • વિશ્વની અજાયબી સમું  ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...

વિશ્વની અજાયબી સમું અમેરિકી પ્રમુખનું એરફોર્સ-વન: રસોડાથી માંડી મેડીકલ રૂમને ટ્રમ્પની ઓફિસથી સુસજજ : વિશ્વનું સૌથી સુરક્ષિત એરફોર્સ વન વિમાન અમેરિકાની પ્રતિષ્ઠાનું કાયમી પ્રતીક છે. પ્રમુખ ટ્રમ્પ એમાં સવાર થઈ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે.

ફલાઈંગ વ્હાઈટ હાઉસ જોઈ લો...

આકાશમાંથી પણ પ્રમુખ સંબોધન કરી શકે
9/11 પછી એરફોર્સ 90 માં ઓફિસ આકાશમાંથી રાષ્ટ્રને સંબોધન કરવા ટેલીકોમ્યુનીકેશન ઈકિવપમેન્ટ સાથે અપગ્રેડ કરવામાં આવી છે.

સીટને પાર કરી શકાય નહીં
પ્રમુખના મહેમાનોને બેસવાની હરોળમાં સૌથી આગળ છે. સિક્રેટ સર્વિસ પાછળ બેઠેલા મહેમાનોને પાછલી બાજુ જવા દે છે, પણ પોતાની સીટ આગળથી જઈ શકતા નથી.

પ્રમુખનુ છે પ્રવેશદ્વાર
બે દ્વાર- પ્રમુખ, તેમનો પરિવાર અને ખાસ મહેમાનો આગળના દરવાજાથી વિમાનમાં આવે છે. પત્રકારો પાછલા બારણેથી આવે છે.

કામકાજ ચાલતુ રહે છે
વિમાનના પાછળના ભાગે સિનીયર સ્ટાફરૂમ છે. ત્યાં પ્રમુખ સ્ટાફ સાથે મીટીંગ કરી શકે છે. સિનીયર સ્ટાફ રૂમની બાજુમાં કોન્ફરન્સ રૂમ છે, જેનો ઉપયોગ કયારેક ડાઈનીંગ હોલ તરીકે કરવામાં આવે છે.
ખાનગી ઓફિસ, સ્યુટ, મહેમાનોને સમાવી શકે તેવી પ્રમુખની ખાનગી ઓફિસ આગળના દરવાજાની નજીક છે. ટ્રમ્પ વિમાનમાં બહું ઓછો સમય ઉંઘ લે છે અને કલાકો સુધી વાતો કરતા રહે છે. તેમને ફોકસ ન્યુઝ વિના ચાલતું નથી અને પસંદગીના કાર્યક્રમો જોવા અનેક ટીવી સેટની જરૂર પડે છે. વિમાનના આગળના ભાગે પ્રમુખના ખાનગી સ્યુટમાં વાળી શકાય તેવા પલંગ અને ખાનગી બાથરૂમ પણ છે.

બે ગેલી, 100 માટે ભોજન
એરફોર્સ વન પર આપવામાં આવતું ભોજન મેરીલેન્ડમાં જોઈન્ટ બેસ એન્ડુસ નજીકના કોમર્સિયલ ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદ કરવામાં આવે છે. ગ્રિલ્ડ આઈટમ્સ આંશિક રીતે બેસ પર રાખવામાં આવે છે. એ પછી વેકયુમ સીલ કરી, ફ્રોઝન કરી વિમાન પર પુરી કરાઈ છે, જેથી છેક સુધી તાજગી જળવાઈ રહે. જેટના ખાસ રસોડામાં શેફ દ્વારા ભોજન રાંધવામાં આવે છે અને એરફોર્સ વનના પ્રમુખની મ્હોરવાળા વાસણમાં પીરસાય છે.

ક્રુ વિમાનમાં પીરસવા માટે તકેદારી રૂપે વિદેશમાંથી કયારેય ફુડ ખરીદવામાં આવતું નથી. પ્લેનની બે ફુડ ગેલી એક સાથે 100 લોકોને પૂરું પાડી શકાય તેટલી ભોજન બનાવે છે. પાંચ જણાની ટીમ ટ્રે તૈયાર કરે છે. સૌથી વધુ લોકપ્રિય વાનગી બર્ગર, સેન્ડવીચ અને ફ્રાઈઝ રહ્યા છે. વિમાનમાંના દરેકને એમ એન્ડ એમની ફ્રી બેગ મળે છે.

ક્રુ સામે કોઈ બાંધછોડ નહીં
રસોઈયા સહિત તમામ, ક્રુ તાલીમ પામેલા લશ્કરી કર્મચારીઓ હોય છે. કોઈપણ સંભવિત કટોકટીનો મુકાબલો કરવા તે અસાધારણ રેકોર્ડ ધરાવતા હોય છે. કટોકટીની પળે ટકી રહેવાની અને હથિયારો વાપરવાની ટેકનીકમાં તે માહિર હોય છે.

ચોખ્ખુ ચણાક
4000 ફુટનું ઈન્ટિરિયર છે. વચ્ચે કોચીસ છે. 85 ટેલીફોન અને 20 ટેલીવીઝન છે. ગ્લાસવેર હોય કે બીજું કંઈ ભાંગી જાય ત્યારે દળી નાખીને બાળી નાંખવામાં આવે છે.

નવુ શું છે
2018માં બે 747-બી એરક્રાફટ ન્યુ એરફોર્સ વન કાફલો ખરીદવા અમેરિકી હવાઈદળે બોઈંગ સાથે કરાર કર્યો હતો. આ કાફલામાંના વિમાનો 18 ફુટ અને બે ઈંચ લાંબા છે અને 142,000 પાઉન્ડ (65,000 કિલો) વધુ વજનવાળા હશે. 2024માં આ વિમાનોની ડિલીવરી થઈ જશે. અમેરિકી પ્રમુખની જરૂરિયાત મુજબ એ કસ્ટમાઈઝ કરાશે.

પ્રમુખનું બ્લડ ફ્રિજમાં રાખવામાં આવે છે
ઓફીસની પડખે એરફોર્સમાં ચીફ મેડીકલ કંપાર્ટમેન્ટ છે. અહીં ડોકટર હંમેશ હાજર હોય છે. મેડીકલ સ્યુટ ઓપરેટીંગ રૂમ તરીકે કામકાજ કરે છે. પ્રમુખના લોહી પ્રકારનું લોહી હંમેશ રેફ્રીજરેટરમાં હોય છે.

પ્રેસ માટે ઈન્ટરનેટ નહીં
પત્રકારો પાછળના ભાગે બેસે છે, પણ તેમને ઈન્ટરનેટની સુવિધા નથી. સમાચાર સંગઠનોએ પ્રવાસ ખર્ચ ભરપાઈ કરવાનો રહે છે. અર્જન્ટ સમાચાર મોકલવા હોય તો પત્રકારો ફોનલાઈનનો ઉપયોગ કરવા મંજુરી માંગી શકે છે. પ્રમુખ મહત્વની જાહેરાત કરી રહ્યા હોય ત્યારે આવું બને છે.

 


Loading...
Advertisement